જો તમે દુનિયામાં ક્યાંય પણ જવા માંગતા હોવ તો તમારે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડશે. ઘણા દેશોમાં પાસપોર્ટનો રંગ અલગ-અલગ હોય છે.
News Detail
કેટલા પ્રકારના હોય છે ભારતીય પાસપોર્ટ
ભારતમાં ત્રણ પ્રકારના પાસપોર્ટ હોય છે. આના વિના તમે વિદેશ જઈ શકતા નથી. કોઈપણ વિદેશ પ્રવાસ સિવાય, તેનો ઉપયોગ એડ્રેસ પ્રૂફ માટે પણ થઈ શકે છે. આમ તે એક મહત્વપૂર્ણ ID પ્રૂફ તરીકે કામ કરે છે.
રંગના આધારે પાસપોર્ટ
વાદળી રંગનો પાસપોર્ટ
ભારતમાં મોટાભાગે વાદળી રંગના પાસપોર્ટનો ઉપયોગ થાય છે. આ સામાન્ય ભારતીય નાગરિકો માટે છે. વાદળી રંગ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. પાસપોર્ટના રંગોથી ઓફિશિયલ, ડિપ્લોમેટ્સ અને નાગરિકોની ઓળખાણમાં સરળતા રહે છે. પાસપોર્ટનો રંગ જોઈને વિદેશમાં કસ્ટમ ઓફિસર કે પાસપોર્ટ ચેકર ભારતના લોકોને ઓળખી શકે છે. તેની સાથે તેઓ તેમના દેશમાં આવનાર વ્યક્તિ કઇ સ્થિતિમાં કામ કરે છે તે વિશે જાણતા હોય છે.
સફેદ પાસપોર્ટનો અર્થ
ભારત સરકારના કોઈપણ સરકારી ઓફિશિયલ માટે સફેદ રંગનો પાસપોર્ટ જારી કરવામાં આવે છે. જો તે વ્યક્તિ કોઈ સરકારી કામ માટે વિદેશ જાય છે તો તેને આ પાસપોર્ટ આપવામાં આવે છે. તે તેની ઓફિશિયલ આઈડેન્ટિટી જણાવે છે. કસ્ટમ ચેકિંગ દરમિયાન તેમની સાથે અલગ રીતે ડીલ કરવામાં આવે છે.
મરૂન પાસપોર્ટનો અર્થ
ભારતીય રાજદ્વારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ (IPS, IAS રેન્ક)ને મરૂન રંગના પાસપોર્ટ જારી કરવામાં આવે છે. આ એક હાઈ ક્વાલિટીનો પાસપોર્ટ હોય છે જેના માટે એક અલગ એપ્લિકેશન આપવાની હોય છે. આ પાસપોર્ટ સાથે પ્રવાસ કરનારા લોકોને એમ્બેસીથી વિદેશના પ્રવાસ દરમિયાન ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. જો તમારી પાસે મરૂન પાસપોર્ટ છે તો તમારે વિઝાની જરૂર નથી પડતી. રાજદ્વારી પાસપોર્ટ ભારતના હાઈ કમિશનના અધિકારીઓ અને સરકારના પ્રતિનિધિઓને આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.