હાઉડી મોદી / મોદી ભારતીય સમુદાયના 50 હજાર લોકોને સંબોધિત કરશે, ટ્રમ્પ 30 મિનિટની સ્પીચ આપી શકે છે

હ્યુસ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં સામેલ થવા માટે સાત દિવસના પ્રવાસે શનિવારે અમેરિકા પહોંચ્યા છે. તેઓ આજે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતીય સમુદાયના 50 હજાર લોકોને સંબોધિત કરશે. એવું પ્રથમ વાર બનશે, જ્યારે કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ એવા કાર્યક્રમમાં સામેલ થશે, જેમાં બીજા દેશના વડાપ્રધાન સંબોધિત કરી રહ્યા હોય. ડોનાલ્ડ ટ્રમ્પ આ દરમિયાન 30 મિનિટ સુધી ભારત સાથેના સંબધો પર બોલી શકે છે.

કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં થશે, જેનું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમે કર્યું છે. સ્થાનિક સમય અનુસાર કાર્યક્રમ સવારે 10 વાગે (ભારતીય સમયઅનુસાર રાતે 8.30 વાગે) શરૂ થશે અને બપોરે 1 વાગે(ભારતીય સમયઅનુસાર રાતે 11.30 વાગે) ખત્મ થશે. ટ્રમ્પ અને મોદીના સંબોધન સિવાય કાર્યક્રમમાં એન્ટરટેન્ટમેન્ટ શો વૂવન પણ રહેશે. તેમાં 400 સિંગર અને ડાન્સર રજૂઆત કરશે. તેમાં ભારતીય-અમેરિકન સુમદાયના લોકોના અનુભવ પણ બાયોગ્રાફિકલ વીડિયો ક્લિપ્સ દ્વારા રજૂ કરવામાં આવશે.

હ્યુસ્ટનમાં રહેનાર કેટલાક લોકોનો દાવો છે કે મોદીના કાર્યક્રમ વિરુદ્ધ પ્રદર્શન કરવા કેટલાક ખાલિસ્તાની અને નકલી કાશ્મીરી સમુહ બનાવીને આવી શકે છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કેટલાક પાકિસ્તાની સમર્થકોએ વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર દ્વારા કાર્યક્રમને લઈને નફરત ફેલાવનારા મેસેજ વાયરલ કરવાનું શરૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.