– તેના પિતા દ્વારા બનનારી આ ફિલ્મ બિગ બજેટ ફિલ્મ હશે
હૃતિક રોશન અને તેના પિતા રાકેશ રોશન કેટલાય સમયથી ક્રિષ ૪ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. કરોડો રૂપિયાના રોકાણથી બનનારી આ ફિલ્મ માટે રાકેશ રોશન ક્યાંય ચૂક કરવા માગતા નથી.
હવે આ ફિલ્મને લઇને છેલ્લી માહિતી એ મળી છે કે, તેમાં હૃતિકનો એક -બે નહીં પરંતુ ચાર-ચાર રોલ હશે. જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે. હૃતિકની આ સુપરહીરો ફિલ્મમાં એક ફીમેલ પણ સુપરહીરો હશે.
એક વાત તો સ્પષ્ટ છે કે આ ફિલ્મમાંથી પ્રિયંકા ચોપરાનું પત્તું કપાઇ ગયું છે. કૃતિ સેનન આ ફિલ્મમાં કામ કરવાની છે તેવી ચર્ચા હતી, પરંતુ હવે એમ કહેવાય છે કે, તેના સ્થાને રાકેશ રોશન કિયારા અડવાણીને લેવાનો વિચાર કરી રહ્યો છે. આ ઉપરાંત એક વધુ હિરોઇનને પણ લેવામાં આવવાની હોવાનું કહેવાય છે.
રાકેશ રોશન ક્રિષ ૪ને વિશ્વસ્તરી ફિલ્મ બનાવા ઇચ્છે છે. છેલ્લા થોડા વરસોમાં ભારતીય દર્શકોએ સ્પેશિયલ ઇફેક્ટવાળી બહેતરીન હોલીવૂડ ફિલ્મો જોઇ છે. ઓટીટી પ્લેટફોર્મ પર પણ આવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થઇ ચુકી છે તેથી રાકેશ રોશન વિદેશી વિશેષજ્ઞાોની મદદથી ક્રિષ ૪ને વધુ રસપ્રદ બનાવા ઇચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.