હૃતિક રોશન સાથે આગામી ફિલ્મમાં દીપિકા પદુકોણને લેવામાં આવશે ?

– આ પહેલા કિયારા અડવાણી અને ક્રુતિ સેનોનના નામ ચર્ચાતા

હૃતિક રોશનની આવનારી ક્રિષ ૪ ફિલ્મની ભલે હજી કોઇ ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ આ ફિલ્મ સતત ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને કોઇને કોઇ સમાચાર આવ્યા કરે છે. હવે ફિલ્મની લીડ એકટ્રેસ માટે અટકળો થઇ રહી છે.

સૂત્રની વાત સાચી માનીએ તો, બોલીવૂડની દીપિકા પદુકોણ ક્રિષ ૪માં કામ કરવાની છે. રાકેશ રોશનની આ ફિલ્મ માટે પહેલા ક્રિતી સેનોન અને કિયારા અડવાણીના નામ ચર્ચામાં રહ્યા છે. જોકે રાકેશ રોશન તરફથી આ વાતની સત્તાવાર જાણ કરવામાં આવી નથી. જોકે હજી કોઇને કાસ્ટ કરવામાં આવ્યા નથી. જોકે હવે અભિનેત્રી તરીકે દીપિકા પદુકોણને પ્રાથમિકતા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાએ ક્રિષ અને ક્રિષ ૩માં કામ કર્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.