હૃતિક રોશનેે હોલીવૂડની ફિલ્મનું ઓડિશન પોતાના ઘરમાંથી આપ્યું

– હવે અભિનેતા બોલીવૂડથી હોલીવૂડ તરફ વળી રહ્યો હોવાની ચર્ચા

હૃતિક રોશન પોતાના લુક્સ અને બોડી માટે ચર્ચામાં રહે છે. તેણે પોતાની ફિલ્મો દ્વારા દર્શકોને ખુશ કર્યા છે. હવે તાજા રિપોર્ટસની માનીએ તો અભિનેતાએ બોલીવૂડમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યા પથી હવે હોલીવૂડમાં શરૂઆત કરવા તૈયાર છે.

મળેલા રિપોર્ટને સાચો માનીએ તો ૪૬ વર્ષીય અભિનેતા હૃતિક રોશને હોલીવૂડની એક એકશન થ્રિલર ફિલ્માં જાસૂસની ભૂમિકા માટે વાતચીત કરી છે. રિપોર્ટસમાં ે પણ દાવો કરવામા ંઆવ્યો છે કે, આ ફિલ્મ માટેનું ઓડિશન તેણે પોતાના જુહુના ઘરમાંથી આપ્યું છે.

હૃતિક રોશનની ટીમને ફિલ્મમાં તેની ભૂમિકા અને તેણે ભજવવાના દ્રશ્યોની ડિટેલ્સ આપવામાં આવી હતી. જે તેમણે મોકલવાની હતી. હૃતિકે બે અઠવાડિયા પહેલા પોતાનું ઓડિશન સ્ટુડિયોને મોકલી આપ્યું છે. જો બધુ સમૂસૂથરું પાર પડશે તો અભિનેતા ક્રિશ ૪નું શૂટિંગ પુરુ કરીને પછી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.

હૃતિકે હાલમાં જ હોલીવૂડની ફિલ્મોમાં કામ મેળવવા માટે પોતાને રિપ્રેઝન્ટ કરવા એક અમેરિકન ટેલન્ટ એજન્સી સાથે કરાર કર્યા છે. આ જ કંપનીના માધ્યમથી હૃતિકને હોલીવૂડની આ ફિલ્મ માટે ઓડિશન આપવામાં કહેવામાં આવ્યું હતું. જોકે હૃતિક તરફછી સત્તાવાર રીતે કાંઇ પણ જણાવામાં આવ્યું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.