મુંબઈઃ જનનાયક જનતા પાર્ટી(JJP)ના નેતા દુષ્યંત ચૌટાલાએ ભારતીય જનતા પાર્ટી(બીજેપી) પર રાષ્ટ્રવાદને લઈને શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે હરિયાણાનું કોઈ એવું ગામ નથી, જ્યાં કોઈ શહિદ ન થયું હોય.
દુષ્યંતે કહ્યું કે બીજેપી, હરિયાણાને રાષ્ટ્રવાદ ન શીખવાડે. દેશના નામે શહીદ થનારા સૌનિકોમાં સૌથી વધુ હરિયાણાના હશે. કદાચ જેટલા જવાન અમારા બોર્ડરની સુરક્ષામાં શહીદ થયા છે, એટલા ગુજરાતના જવાન આજ સુધી સેનામાં ભરતી પણ થયા નહિ હોય.
દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હરિયાણાનું કોઈ એવું ગામ નથી, જ્યાંથી કોઈ શહીદ ન થયું હોય. અમને આ ભૂમિ પર ગર્વ છે, જેણે દેશને મજબૂત બનાવ્યો. સીમા પર દર 10 જવાન હરિયાણાના છે, પછી તે ચીનની બોર્ડર હોય કે પાકિસ્તાનની સીમા. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદ પછી સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. હરિયાણામાં બેરોજગારી 28% છે. મહિલાઓની સામેના ગુનાઓમાં હરિયાણા દેશમાં ચોથા નંબરે છે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે 24 ઓક્ટોબરે મતગણતરી થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.