અમદાવાદમાં શુક્રવારે ગાહેડ-ક્રેડાઈના પ્રોપર્ટી શૉનું ઉદ્ધાટન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધનમાં સરકારના કામની વાત તો કરી જ સાથે ‘જે થવું હોય એ થાય’ એમ કહીને લડાયક મિજાજનો પરચો આપ્યો હતો.
અમદાવાદમાં યોજાયેલ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે કહ્યું હતું કે હું 20-20 રમવા આવ્યો છું. એટલે હું ક્રીઝની ચિંતા નથી કરતો. હું તો અડધી પીચે જ રમુ છું. લોકહિતના નિર્ણય લેવામાં ક્યારેય કશાચ રાખી નથી. મારે ક્રીઝની ચિંતા કરવાની જરૂરી નથી. હું ઝડપી નિર્ણય લઈ શકું છું. કારણ કે અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથી. મારા કોઈ ભાગીદાર પણ નથી, એટલે મને ચિંતા કરવાની આવશ્યકતા નથી.
મુખ્યમંત્રી વિજય રૃપાણીએ શુક્રવારે અમદાવાદમાં ગાહેડ- ક્રેડાઈના પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરતાં સ્પષ્ટપણે પહેલીવાર જણાવ્યું હતું કે, ‘હું કોઈની સાથે ભાગીદાર નથી, આજે રાજ્યમાં કોઈ ઠેકાણે મારી એક ઈંચ પણ જમીન નથી, હું ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ રમવા આવ્યો છું, તેથી ક્રિઝની ચિંતા કરતો નથી, મને અડધી પિચે રમવાની ટેવ છે, હું સ્પષ્ટ વક્તા છું, ઝડપી નિર્ણયો લઈ શકું છું, મારા એકલાની હું ચિંતા કરતો નથી, લોકહિત નિર્ણયો લેવામાં કદી કચાશ રાખી નથી, લોકોના કામ માટે જે કરવા જેવું હોય તે કરું છું અને મારો કોઈ પર્સનલ એજન્ડા નથી એટલે હું ઇમાનદારીથી કામ કરું છું.’
એમણે કહ્યું કે, આવતા ૨૫-૩૦ વર્ષને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. લોકોની વાત સાંભળીને જ રાજ્ય સરકાર નિર્ણય કરી રહી છે, સરળતાથી લોકોના કામો થાય એવી સિસ્ટમ ઊભી કરી છે. દર વર્ષે શહેરી વિકાસ વિભાગને ૧૦૦ નવી ટીપી મંજૂર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે અને છેલ્લા ૨ વર્ષથી લક્ષ્યાંક પાર પાડયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.