કાશ્મીરના વિલીનીકરણથી દેશભરમાં ઉભરાઇ આવેલી દેશભક્તિના પુરનો વડાપ્રધાન ચુંટણી પ્રચારમાં પૂરો ઉપયોગ કરી રહ્યા છે. હરિયાણામાંથી ઘણી મોટી સંખ્યામાં યુવાનો પાકિસ્તાની ત્રાસવાદીઓને હાથે હણાયા છે. તેથી કાશ્મીર પંજાબ હરિયાણામાં અતિ સંવેદનશીલ મુદ્દો છે પણ કાશ્મીરની સાથોસાથ નરેન્દ્ર મોદીએ ખેડૂત સમાજને નજીકથી સ્પર્શે તેવો બીજો મુદ્દો નદીઓના પાણી અંગે ઉઠાવ્યો છે અને પૂરી ચોખવટ કર્યા. વગર ઊઠાવ્યો છે પાકિસ્તાનમાં વહી જતું આપણું પાણી હવેથી હરિયાણા પંજાબ – રાજસ્થાનના ખેડૂતો માટે વપરાશે તેવું કહીને તેમણે પંજાબની દુ:ખતી નસને થોડી દબાવી છે. પંજાબની પાંચ નદીઓમાં સૌથી મુખ્ય અને મોટી નદી સિંધુ ગણાય છે અને પંજાબ, હરિયાણા, સિંધને ભુગોળશાસ્ત્રીઓ સિંધુ ઘાટીના વિસ્તાર ગણે છે. ભાગલા પડયા પછી થોડા વરસમાં જ આ તમામ નદીઓના પાણીની વહેંચણી માટે ભારત પાકિસ્તાન વચ્ચે આંતર રાષ્ટ્રીય કરાર થયા છે અને તેમા મધ્યસ્થી તરીકે વિશ્વ બેંકે પોતાની મહોર મારી છે. ભારત પાકિસ્તાન વચ્ચે લડાઇઓ થઇ અને ત્રાસવાદના મુદ્દે અંટસ પણ બંધાયો પણ આ કરાર બંને પક્ષોએ સતત પામતા રહ્યા છે. આ કરારનું ઉલ્લંઘન કરે તેણે આખી દુનિયાની દુશ્મનાવટ ભોગવવી પડે કારણ કે નદીના પાણી રીપેરીયન ના કરાર આંતર રાષ્ટ્રીય કાયદામાં ગણ માન્ય ગણાય છે.
મોદી પાકિસ્તાનમાં વહી જતા પાણીનો ઉલ્લેખ કરે છે તે ચા, પાણીની વાત નથી. પાણીની વહેંચણીના ઠરાવેલા માપ કરતા વધારાનું પાણી તે ભારતનું પાણી છે. આ પાણીનો હજુ સુધી આપણે કશો વપરાશ કર્યો નથી કારણ કે આ વપરાશ કરવો હોય તો જરૂરી બંધ બાંધવા પડે આમાંથી જે નદીઓનાં મુળ કાશમીરમાં છે ત્યાં જરૂરી બાંધકામ કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી વીજળી આપણા માટે મહામુલની થઇ પડે. આપણા ભાગનું આ વધારાનું પાણી પાકિસ્તાનમાં વહી જાય છે. કારણ કે અત્યાર સુધી તે પાણી વાળી લેવા માટેની કશી કામગીરી કરવામાં આવી નથી. પાણી કશેથી લાવવાનું નથી પણ જે છે તેને આપણી બાજુ વાળી લેવા માટે જરૂરી સિંચાઇ વ્યવસ્થા કરવાની છે. આ વ્યવસ્થા કરવામાં કેટલો ખર્ચ થાય. કેટલું પાણી મળે તેના નફાટોટાનો શાસ્ત્રીય અભ્યાસ કરવામાં થોડા વરસ લાગે અને પછી આ પાણી વાળવાનું નફાકારક છે કે તેને વહી જવા દેવું ફાયદાકારક છે તે નિષ્ણાતો કરી શકે અને આપણી પાસે દુનિયામાં નામ કાઢે તેવા સિંચાઇ નિષ્ણાતો છે તેથી વડાપ્રધાને તેમની જોડે મસલત કરી જ હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.