મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેના મુખપત્ર ‘સામના’ માટે આપેલા એક ઈન્ટરવ્યૂ રેકોર્ડ કર્યું છે. પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત સાથે રેકોર્ડ કરેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું ડોનાલ્ડ ટ્રમ્પ નથી. હું પોતાની આંખોની સામે આપણાં લોકોને પીડિત નથી જોઈ શકતો. સોશિયલ મીડિયામાં આ ઈન્ટરવ્યૂનું ટીઝર જાહેર થયું છે. આ ઈન્ટરવ્યૂ આ અઠવાડિયાની અંદરમાં બે ભાગમાં જાહેર કરવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતના તે સવાલના જવાબમાં આ વાત કહી જેમાં તેમને પુછવામાં આવ્યું કે, લોકપ્રિય સ્નૈક વડાપાંઉ મુંબઈના માર્ગો પર ક્યારથી ઉપલબ્ધ થશે અને લોકો પ્રતિબંધોનું પાલન કરીને કંટાળી ગયા છે. ટીઝરમાં ઉદ્ધવ ઠાકરે તે કહી રહ્યાં છે કે, કેટલીક છૂટછાટો આપવામાં આવી છે ત્યારે પણ લોકડાઉન યથાવત છે. લોકડાઉન પણ શરૂ છે. અમે ધીરે-ધીરે પ્રતિબંધોમાં ઢીલ આપી રહ્યાં છીએ.
તેમણે કહ્યું, પરીક્ષાઓ યોજવાની ઈચ્છા છતા મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ સંકટના કારણે હાલ પરીક્ષા આયોજીત નથી કરી શકતા. તેઓ વિદ્યાર્થીઓને કોરોના વાઈરસના સંપર્કમાં લાવવાનું જોખમ નથી લઈ શકતા. મુખ્યમંત્રી આગળ કહે છે કે જો તેઓ કોઈ બાબત વિશે આશ્વસ્ત છે તો તે વિશે ટીકાની પરવાહ નથી કરતા. ત્યાં સુધી કે હું પરીક્ષા પણ આયોજીત કરવા માંગુ છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.