ગુજરાતમાં આજે પણ દારૂનું ચલણ છે, લગભગ બધે દારૂ મળે છે. ગુજરાતમાં દારૂબંધીના નિયમો માત્ર કાગળ ઉપર છે. જેના કારણે ગુજરાતની યુવાપેઢી બરબાદ થઈ રહી છે. હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે” રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે શહેરમાં કોંગ્રેસના જનવેદના સંમેલનના મંચથી આ રીતે ખુલ્લો પડકાર ફેંકી ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના સંમેલનમાં રાજકોટમાં ગાંધીજીએ સ્થાપેલી શાળામાંથી દારૂ પકડાયાની ઘટનાથી ભરતી પરીક્ષા, પાક વીમો, ટ્રાફિકના નવા રૂલ્સ, ખેડૂતોને વળતર, બેકારી અને આર્થિક ક્ષેત્રે મંદી જેવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના અનેક નેતાઓએ ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે આગળ વધતા ગુજરાતમાં પણ રૂપાણી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યુ કે દારૂ અંગે સાચી રીતે વાત કરી હતી. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું. ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાય એ વિશ્વાસ નહોતો મને પણ પ્રભારી તરીકે વારંવાર અહીં આવવાનું થયુ, મહિનાઓ સુધી રહ્યો ત્યારે એ વિશ્વાસ તુટયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.