સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે આખરે પોતાના રાજકીય પ્લાનને લોકો સમક્ષ મુક્યો છે.
રજનીકાંતે કહ્યુ હતુ કે, હું એવી પાર્ટી બનાવવાનો છું જેમાં સરકાર અને પાર્ટી અલગ-અલગ હશે. હું પોતે પાર્ટીનો નેતા હોઈશ પણ મુખ્યમંત્રી નહી બનું. જે પણ નેતા પાર્ટીમાં સામેલ હશે તેને સરકારમાં સ્થાન નહી મળશે.
રજનીકાંતે મીડિયાને સંબોધતા કહ્યું હતુ કે, મેં ક્યારેય સીએમ બનવા વિચાર્યુ નથી. હું રાજકારણમાં બદલાવ લાવવા માંગુ છું. તામિલનાડુમાં બે રાજકીય દિગ્ગજ હતા.એક જયલલિતા અને એક કલાઈગનર, લોકોએ તેમન માટે મતદાન કર્યુ પણ હવે રાજકીય શૂન્યાઅવકાશ સર્જાયો છે. બદલાવ માટે નવા આંદોલનની જરુર છે.
રજનીકાંતે 2017માં રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કર્યા બાદ પહેલી વખત સત્તાવાર રીતે મીડિયાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, હું મુખ્યમંત્રી તરીકે કોઈ ભણેલા ગણેલા યુવાનને જોવા માંગુ છું.જે લોકો
માટે દયા અને કરુણા ધરાવતો હોય.મારી પાર્ટી અને સરકાર માટે બે અલગ વ્યવસ્થા હશે. સરકાર ભલે અમારી બને પણ પાર્ટીના નેતાઓ સરકાર સામે વિપક્ષ તરીકે કામ કરશે.
રજનીકાંતે કહ્યુ હતુ કે, મારી ભાવિ પાર્ટીમાં 45 વર્ષથી ઓછા યુવાઓને મહત્તમ સંખ્યામાં સામેલ કરવાની તેમજ નિવૃત્ત જજો, આઈપીએસ , આઈએએસ અધિકારીઓ સહિતના લોકોને સામેલ કરવાની યોજના છે. હું પોતે જ આવા વ્યક્તિઓનો સામે ચાલીને સંપર્ક કરીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.