હું નથી લેવાનો આઈપીએલમાંથી નિવૃત્તિ, કંગાળ પ્રદર્શન વચ્ચે ધોનીએ કરી સ્પષ્ટતા

આ વખતે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનુ પ્રદર્શન કંગાળ રહ્યુ છે.ચેન્નાઈના કેપ્ટન ધોનીનુ પોતાનુ બેટિંગ ફોર્મ પણ કથળેલુ નજરે પડ્યુ છે.

આઈપીએલમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, ધોનીની ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી.જેના પગલે એવી અટકળો પણ શરુ થઈ છે કે, ધોની આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લેશે.જોકે ધોનીએ પોતે જ હવે આ બાબતે સ્પષ્ટતા કરી દીધી છે.

આજે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં ટોસ ઉછાળવા માટે મેદાન પર પહોંચેલા ધોનીને કોમેન્ટેટર ડેની મોરિસને પૂછ્યુ હતુ કે, શું આ ચેન્નાઈ માટે પીળી જર્સીમાં આખરી મેચ છે ત્યારે ધોનીએ કહ્યુ હતુ કે, ના બિલકુલ નહી.આ મારી આખરી મેચ નથી.આમ ધોનીએ પોતાની રિટાયરમેન્ટની અટકળોને ફગાવી દીધી છે.

ધોની પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ પણ કહી ચુક્યા છે કે, આગામી સિઝનમાં પણ ધોની જ ચેન્નાઈની કેપ્ટનશિપ કરતો નજરે પડશે.

ધોનીની આઈપીએલમાંથી નિવૃત્તિની અટકળો શરુ થવા પાછળનુ એક કારણ એ પણ હતુ કે , મુંબઈ સામેની મેચમાં ધોની પાસેથી મુંબઈના પ્લેયર કૃણાલ અને હાર્દિક પંડ્યા તેની ટી શર્ટ લેતા નજરે પડ્યા હતા.

ધોની માટે વર્તમાન આઈપીએલ સૌથી ખરાબ રહી છે.ધોનીએ માત્ર 25ના એવરેજથી 200 રન કર્યા છે અને ધોનીનુ સ્ટ્રાઈક રેટ પણ 116.27 રહ્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.