સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંતના મૃત્યુ પછી પ્રથમ વખત ટેલિવિઝન મુલાકાત આપી હતી. એમાં રિયાએ કહ્યું હતું કે તેના પર મીડિયા ટ્રાયલ ચાલે છે અને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. તે સુશાંતના પૈસા પર જીવતી ન હતી. એ સુશાંતને પ્રેમ કરતી હતી અને અત્યારે તેની જ સજા મળી રહી છે.
સુશાંત સિંહ રાજપુતના અપમૃત્યુ મુદ્દે જેના પર પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પ્રથમ વખત વિવાદ મુદ્દે નિવેદનો આપ્યા હતા. રિયાએ કહ્યું હતું : મારા પર મીડિયા ટ્રાયલ ચાલી રહી છે અને લોકોએ ગેરવાજબી રીતે ગુનેગાર ગણી લીધી છે.
જો પ્રેમ કરવાથી કોઈ મોટો ગુનો થઈ જતો હોય તો તો રિલેશનમાં હોય એ બધાની ધરપકડ કરવી જોઈએ. મને ખબર ન હતી કે આઈ લવ યુ બોલવાની આટલી મોટી કિંમત ચૂકવવી પડશે.
અભિનેત્રીને પૂછવામાં આવ્યું હતું કે તેને વિલન બનાવાઈ છે તે અંગે શું કહેશે? જવાબમાં રિયાએ કહ્યું : સુશાંત આજે આપણી વચ્ચે નથી કે જે સત્ય જણાવી શકે. બોલિવૂડમાં સ્ટાર બનવાના સપના તો હવે દૂરની વાત છે, પરંતુ હવે તો મને રાહત એ વખતે થશે કે જ્યારે ચાર-ચાર તપાસ એજન્સી મારી પાછળ ન હોય અને હું રાહતનો શ્વાસ લઈ શકું. હું નોર્મલ જિંદગી જીવવા માગું છું.
રિયાને પૂછવામાં આવ્યું હતું કે તમે આટલા દિવસ પછી કેમ મૌન તોડી રહ્યાં છો? જવાબમાં રિયાએ વિચિત્ર દાવો કર્યો : સુશાંત મારા સપનામાં આવ્યો હતો. એણે મને કહ્યું કે તું આપણાં રિલેશન વિશે લોકોને સાચું જણાવ. આપણાં સંબંધો કેવા હતા અને કેવા છે તે અંગે લોકોને જણાવ. એ પછી મેં હિંમત કરી છે.
રિયાએ સુશાંત સાથેના સંબંધો અંગે જણાવ્યું હતું : હું સુશાંતના પૈસા પર જીવતી ન હતી, અમે એક કપલની જેમ જ સાથે રહેતા હતા. સુશાંત જે કંઈ કરતો હતો એ પ્રેમ માટે કરતો હતો. એમ હું પણ જે કંઈ કરતી હતી એ પ્રેમ ખાતર જ કરતી હતી. અમે બંને 2013માં યશરાજના જીમમાં મળ્યા હતા, દોસ્ત બન્યા હતા.
અમારા મેનેજર્સ સેમ હતા એટલે પરિચય વધ્યો હતો. અમે એક બીજાના સુખ-દુ:ખ શેર કરતા હતા. એપ્રિલ-2019માં સુશાંત અને હું રોહિણી અય્યરની પાર્ટીમાં મળ્યા હતા. એ દિવસથી અમારા સંબંધો શરૂ થયા હતા.
રિયાએ મુલાકાતમાં એવું કહ્યું હતું કે તે સુશાંત સાથે લોંગ ટર્મ રિલેશનશિપનું વિચારતી હતી. તેણે સુશાંતને કહ્યું હતું કે તેને એક નાનકડો સુશાંત પણ જોઈએ છે. રિયાના કહેવા પ્રમાણે હવે સુશાંત સાથે તેના સંબંધો આવતા જન્મ સુધી રહેશે.
સંબંધો તંગ થવા બાબતે રિયાએ સુશાંતના કુર્ગના પ્લાનને આડકતરો જવાબદાર ગણાવ્યો હતો. રિયાએ કહ્યું હતું કે સુશાંત મે-2020માં કુર્ગ સેટ થવાનું વિચારતો હતો અને મુંબઈમાં શૂટિંગ દરમિયાન આવવાનું કહેતો હતો. એ મુદ્દે બંને વચ્ચે દલીલો થતી હતી. તે પછી સુશાંતનું ડિપ્રેશન વધી ગયું.
તેને બાયપોલર ડિસઓર્ડર હતો અને તેના કારણે તે વધારે તકલીફમાં હતો. રિયાએ દાવો કર્યો હતો કે સુશાંતના સિૃથતિ જોઈને તેની માનસિક હાલત પણ ખરાબ થઈ રહી હતી. સુશાંત તેને ઘરે આવવાનું કહેતો હતો અને તે માનસિક સિૃથતિમાં ન હતી એટલે એ મુદ્દે મતભેદો થતા હતા. રિયાએ યુરોપ ટૂરથી લઈને ડિપ્રેશન સુધીના મુદ્દે વાત કરી.
યુરોપ ટૂરના ખર્ચ બાબતે તેના પર આંગળી ચિંધાઈ એ મુદ્દે રિયાએ કહ્યું હતું કે તે સુશાંતે તેના માટે કર્યો હતો. એ ઉપરાંત હાર્ડડ્રાઈવ તોડવાની ઘટનાનો પણતેણે ઈનકાર કર્યો હતો. રિયાએ કહ્યું કે તેને સુશાંતનો પરિવાર સમજતો નથી એટલે જ તે અંતિમ સંસ્કારમાં ગઈ ન હતી. સુશાંતના પરિવાર સાથે પહેલેથી જ પ્રોબ્લમ ચાલી રહી છે એવું તેણે કહ્યું હતું
રિયા સહિતના 16 લોકો સામે તપાસ
સુશાંત સિંહ રાજપુતના અપમૃત્યુ બાબતે તપાસ ચાલી રહી છે. એ તપાસ રિયા સહિતના 16 લોકો સામે ચાલી રહી છે. રિયા ઉપરાંત તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, પિતા ઈન્દ્રજિત ચક્રવર્તી સામે ગંભીર આરોપો છે. તે ઉપરાંત મોહમ્મદ રફિક કે જે ડુપ્લિકેટ ચાવી બનાવે છે. તેણે સુશાંતના ઘરનો લોક ખોલ્યો હતો. સેમ્યુઅલ મિરાંડા સુશાંતનો હાઈસ કિપિંગ મેનેજર હતો. તે ઘરખર્ચ મેનેજ કરતો હતો., જયા સાહાનું નામ રિયાની ચેટમાંથી મળ્યું હતું, તેની સાથે મળીને ડ્રગ્સનો સોદો થયાની આશંકા છે. મહેશ શેટ્ટી કે જે સુશાંતનો મિત્ર છે. સુશાંતે તેને છેલ્લો ફોન કર્યો હતો. તે ઉપરાંત સુશાંતની સાથે રહેતા સિદ્ધાર્થ પિઠાની, સુરજિત સિંહ રાઠોડ, સંદિપ સિંહ, ગૌરવ આર્યા, રજત મેવાતી, સંદીપ શ્રીધર, નીરજ સિંહ, કેશવ, દીપેશ સાવંત આ લોકોની પૂછપરછ થઈ રહી છે.
ઈડીએ રિયાના પિતાની પૂછપરછ કરી
ઈડીએ રિયા ચક્રવર્તીના પિતા ઈન્દ્રજિત ચક્રવર્તીને સમન્સ પાઠવ્યું હતું. જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનું ફરમાન ઈડીએ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.