દર વર્ષે 10 ડિસેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ’ (Human Rights Day) મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 1950માં 10 ડિસેમ્બરના દિવસે માનવાધિકાર દિવસ જાહેર કરવામાં આવ્યું હતું, જેનો હેતુ વિશ્વભરના લોકોનું ધ્યાન માનવાધિકારો તરફ આકર્ષિત કરવાનો હતો. વર્ષ 1948માં યૂનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેને અપનાવ્યું, પરંતુ સત્તાવાર રીતે આ દિવસની જાહેરાત વર્ષ 1950માં થઇ હતી. ‘આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ’ મનાવવા માટે એસેમ્બલીએ તમામ દેશોને વર્ષ 1950માં આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ એસેમ્બલીએ 423 રેઝોલ્યુશન પાસ કરીને તમામ દેશ અને સંબંધિત સંગઠનોએ આ દિવસ મનાવવાની સૂચના જાહેર કરી હતી.
માનવાધિકાર દિવસ કેમ મનાવવામાં આવે છે?
માનવાધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગરૂકતા કરાવવાના હેતુથી મનાવવામાં આવે છે. માનવાધિકારમાં સ્વાસ્થ્ય, આર્થિક સમાજિક, અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. માનવાધિકાર તે મૂળભૂત નૈસર્ગિક અધિકાર છે જેનાથી મનુષ્યને જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે વંચિત અથવા ત્રાસ આપી શકાય નહીં.
ભારતમાં માનવાધિકાર
ભારતમાં માનવાધિકાર કાયદો 28 સપ્ટેમ્બર 1993માં અમલમાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે 12 ઑક્ટોબર 1993ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનું નિર્માણ કર્યુ હતું. માનવાધિકાર આયોગ રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્ષેત્રોમાં પણ કામ કરે છે. જેમ કે મજૂરી, HIV એડ્સ, હેલ્થ, બાળ લગ્ન, મહિલા અધિકાર. માનવાધિકાર કમિશનનું કામ વધારેમાં વધારે લોકોને જાગરૂત કરવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.