જૂનાગઢના લેરિયા ગામે AAPના કાર્યકરો પર હુમલા મામલે હવે રાજકારણ ગરમાયું છે.
ભાજપ નેતા મહેશ કસવાલાએ નિવેદન આપતા જણાવ્યું છે કે હુમલો કરનાર યુવક કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો હોવાનો ભાજપ નેતા મહેશ કસવાલાએ દાવો કર્યો છે અને કહ્યું કે હુમલો કરનાર યુવક જસ્મીન જાની કોંગ્રેસનો કાર્યકર અને હાર્દિક પટેલ અને રિબડીયાનો માણસ છે.
AAP પર કાર્યકરો પર હુમલા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે સોમનાથ-વેરાવળમાં AAPના કાર્યકરોનો વિરોધ થયો જે બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો તેમજ AAPના નેતાની ટિપ્પણીને લઈ આ વિરોધ થયો હતો તેમજ આપ કાર્યકરોને વિરોધના પગલે સોમનાથના દર્શન કરતા અટકાવ્યા પણ હતા નીતિન પટેલે વધુ એમ પણ જણાવ્યું કે ભૂતકાળમાં અમારા કાફલા પર પથ્થર મારો કરતા હતા તેમજ કાળા વાવટાએ ફરકાવી તોફાનો કરતા હતા અમે બધુ જોયેલું છે અને સહન કરેલું છે આવી ઘટનાઓ બને ત્યારે દુ:ખ થાય છે.
પ્રવિણ રામ અને હરેશ રાવલિયા સહિત AAP 30 કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામા પક્ષે 10 શખ્સો સહીત શખ્સોના ટોળાં સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખુલ્યું છે.
મહત્વનું છે કે ગઈ કાલે જે ઘટના બની તેમાં આપ કાર્યકર્તાઓની 5 જેટલી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા જેમાં આપના એક કાર્યકર્તાને ગંભીર ઈજા પણ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરતા આપના 30 કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.