હુમલો / ભારતીય સેનાની તોપોએ આતંકીના લૉન્ચિંગ પેડ પર સચોટ નિશાન સાધ્યું

પીઓકેના શાહકોટથી ભાસ્કર માટે અકબર અલીઃ પીઓકેના જુરા, શાહકોટ અને નૌશેરા વિસ્તારોમાં ભારત તરફથી સામાન્યથી વધુ ગોળીબાર થયો છે. તે ધ્યાનમાં લઇને પાક.એ ભારત સાથે હોટલાઇન પર વાતચીત શરૂ કરી છે, કેમ કે ભારતના નિશાન સચોટ લાગ્યા છે. મૂળે આ ક્ષેત્રમાં નોન-સ્ટેટ એક્ટર્સ (આતંકીઓ) બંકર બનાવીને રહે છે. કેટલા આતંકીઓ માર્યા ગયા તે જણાવવા એકેય સૈન્ય અધિકારી તૈયાર નથી પણ આતંકીઓ માટે બનાવાયેલા સૈન્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ વાત એ છે કે ભારત તરફ 3 કિ.મી. સુધી વસવાટ નથી, માત્ર ચોકીઓ છે પણ પીઓકેમાં એલઓસી આગળ પણ ગીચ વસતી છે. વચ્ચે-વચ્ચે આતંકીઓના બંકર છે. તેથી નુકસાન પીઓકેમાં જ વધુ થયું છે. હવે ઠંડી વધશે તેમ-તેમ ઘૂસણખોરી મુશ્કેલ બનશે અને ઘૂસણખોરી ન થાય તો કાશ્મીરમાં શાંતિ જળવાઇ રહેશે. તેની અસર પાક.ના રાજકારણ અને સૈન્યમાં દેખાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.