તાલિબાની (TALIBAN) શાસન માં અફઘાનિસ્તાનમાં (AFGHANISTAN) ભૂખમરાની વધતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારત (INDIA) અને અફઘાનિસ્તાનમાં ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉં (WHEAT) મોકલી શકશે. વાસ્તવમાં પાકિસ્તાને (PAKISTAN) ભારતને અફઘાનિસ્તાનમાં ઘઉં મોકલવાની મંજૂરી આપી છે. તાલિબાન સરકારના (TALIBAN GOVERNMENT) પ્રવક્તાએ કહ્યું કે ભારત માટે હવે જમીન મારફતે ઘઉં મોકલવાનો રસ્તો સાફ થયો છે.
લગભગ એક મહિના પછી પાકિસ્તાને તેને મંજૂરી આપી દીધી છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને ભારત વાઘા બોર્ડર દ્વારા ઘઉં પાકિસ્તાન મારફતે અફઘાનિસ્તાન મોકલશે. તાલીમમાં શાસનમાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ભારત તરફથી આ પ્રથમ સહાય હશે.
અગાઉ ઈરાન અને પાકિસ્તાન જેવા દેશો અફઘાનિસ્તાનમાં લોજિસ્ટિકસ અને તબીબી પુરવઠો મોકલી ચુક્યા છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ અફઘાનિસ્તાનમાં લગભગ ૪ કરોડ લોકો ભયંકર ખોરાકની કટોકટીનો સામનો કરી શકે છે. ત્યારે લગભગ ૯ મિલિયન પહેલાંથી જ ભૂખમરાની આરે છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સનાં રિપોર્ટ અનુસાર WHOએ કહ્યું કે , વર્ષનાં અંત સુધીમાં લગભગ ૩૨ લાખ અફધાન બાળકો તીવ્ર કુપોષણનો શિકાર બનશે. તેમાંથી લગભગ ૧૦ લાખ બાળકો ખરાબ રીતે મૃત્યુનાં જોખમનો સામનો કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.