હરિકેન નિકોલસ ૧૨૦ કિ.મીની ઝડપે ટેકસાસમાં ત્રાટકયું, ભારે પૂરની ચેતવણી..

હરિકેન નિકોલસ મજબૂતાઈ સાથે અમેરિકાના ટેકસાસ અને લુઈસિયાના નાં સાગરકાંઠે ટકરાયું છે. અમેરિકાનારાષ્ટ્રીય હવામાન ખાતાએ આ તોફાન નાં કારણે ટેકસાસ થી લઇને લુઈસિયાના સુધી ના વિસ્તારોમાં ૧૦ થી ૨૦ ઈંચ વરસાદથી સંભાવના દર્શાવી છે.

ભારે પૂરની ચેતવણી પણ આપેલી છે. હરિકેન નિકોલસ માટાગાડાઁ માં સ્થાનિક સમય અનુસાર રાતના એક કલાકે ટકરાયું હતું. તોફાનનાં કારણે ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેને લુઈસિયામાં ઈમજઁન્સી જાહેર કરી દીધી છે. હ્યુસ્ટનમાં શાળા કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. બસો રેલવે અને વિમાન સેવાને પણ અટકાવી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.