જો તમે રોકાણનું (INVESTMENT) આયોજન કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઇ શકે છે. જો તમે પણ ઓછા રોકાણમાં પેન્શનની (PENSION) ગેરંટી મેળવવા માંગતા હોવ તો વૃદ્ધાવસ્થા (OLD AGE) માટે અટલ પેન્શન(ATAL PENSION) યોજના એક સારો વિકલ્પ છે.
સરકારની આ યોજના હેઠળ પતિ અને પત્ની બંને લાભ લઇ શકે છે.જો બન્ને આ સ્કીમ અલગ-અલગ રોકાણ કરો છો. તો દર મહિને ૧૦૦૦૦ રૂપિયા મળી શકે છે. અત્યારે આ સરકાર અટલ પેન્શન યોજના હેઠળ ૬૦ વર્ષે દર મહિને ૧૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા પેંશન ની ખાતરી આપે છે.
સરકારની આ યોજનામાં ૪૦ વર્ષ સુધીની તેમની અરજી કરી શકે છે. આ યોજના હેઠળ ખાતામાં દર મહીને નિશ્ચિત યોગદાન આપવા પર નિવૃત્તિ પછી ૧૦૦૦ રૂપિયાથી ૫૦૦૦ રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે. સરકાર દર ૬ મહિનામાં માત્ર ૧૨૩૯ રુપિયાનું રોકાણ કરવા પર ૬૦ વર્ષની ઉંમર પછી ૫૦૦૦ રુપિયા પ્રતિ માસ એટલે કે ૬૦૦૦૦ રુપિયા વાર્ષિક પેન્શનની ખાતરી આપી રહી છે.
સરકારી યોજનાને લગતી અન્ય બાબતો..
- તમે ચૂકવણી, માસિક રોકાણ, ત્રિમાસિક રોકાણ અથવા અર્ધવાષિઁક રોકાણ માટે ૩ પ્રકારની યોજનાઓ પસંદ કરી શકો છો.
- સભ્યના નામે માત્ર ૧ ખાતું ખોલવામાં આવશે.
- જો સભ્ય ૬૦ વર્ષ પહેલાં કે પછી મૃત્યુ પામે છે. તો પેન્શનની રકમ પત્નીને આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.