દિલ્હીમાં દારૂડિયા પતિથી છુટકારો મેળવવા તેની પત્નિએ દારૂમાં 15 જેટલી ઘેનની ગોળી ભેળવી પીવડાવ્યા બાદ તે બેહોશ થતાં જ તેણે પાયજામાની નાડી વડે પતિના ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વાતનો ખુલાસો થયો છે.
દિલ્હીના મૌર્ય એન્ક્લેવ વિસ્તારમાં મહિલાએ પાયજામાની મદદથી તેના પતિનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ પોતાના સગીર પુત્રની મદદથી લાશને એક મોટી બોરીમાં પેક કરી લાશને પણ સાયકલ પર નાખીને પીતમપુરાના પાર્કમાં નિકાલ કરી દીધો હતો.અને પોલીસે ત્યાંથી મળેલા મૃતદેહનો કબજો મેળવ્યા બાદ શરૂ કરેલી તપાસમાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
મૃતકની ઓળખ ભરતલાલ (32) તરીકે થઈ હતી. પોલીસે ભરતની પત્ની લક્ષ્મી દેવી (30)ની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન લક્ષ્મીએ ખુલાસો કર્યો કે તેનો પતિ દારૂ પીતો હતો અને તેને માર મારતો હોવાથી પરેશાન થઈને લક્ષ્મીએ તેના પતિની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને પતિની હત્યા કર્યા બાદ સગીર પુત્રની મદદથી લાશનો નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરીને આ મામલે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.