મોરબીના ટીંબડી પાટિયા નજીક સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા ૧૯ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
News Detail
મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું
મોરબીના ટીંબડી પાટિયા નજીક સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા ૧૯ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલ ટીંબડી પાટિયા પાસે એફિલ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા ચંદનકુમાર રામચંદ્ર માંજી (ઉ.વ.૧૯) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ચંદનકુમારને તેના પત્ની સાથે પોતાના દેશમાં ઘરે જવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી જેથી લાગી આવતા યુવાને આપઘાત કર્યાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ટીંબડી પાટિયા નજીક સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા ૧૯ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.