રાજકોટમાં પતિની પ્રેમિકાનું અપહરણ કરી પત્નીએ પ્રેમિકાના ગુપ્તાંગના ભાગે મરચું નાખ્યું જાણો વધુ વિગત…

લગ્નજીવનમાં પતિ-પત્ની અને વોના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ઘણી વખત આવા કિસ્સામાં પત્નીએ પતિની પ્રેમિકાને માર્યો હોવાની ઘટનાઓ સામે આવી છે તો ક્યારેક પ્રેમિકા દ્વારા પત્નીને માર માર્યો હોવાની ઘટનાઓ સામે આવે છે.

ત્યારે આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે કે, જ્યાં એક મહિલાએ તેના પતિની પ્રેમિકાને બે ઈસમો સાથે મળીને ઢોરમાર માર્યો હતો. આ ઉપરાંત યુવતીના ગુપ્તાંગના ભાગે મરચું પણ નાખ્યું હતું. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલા લોકોને રસ્તા પરથી મળી આવતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને ડૉક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે મહિલાની હાલત ગંભીર છે.

બનાવની મળતી માહિતી અનુસાર રાજકોટમાં મોહસીન નામનો યુવક તેના પરિવારના સભ્યો સાથે રહેતો હતો મોહસીન પરિણીત હતો છતાં પણ તેને એક અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. મોહસીન નામના આ યુવક તેની પ્રેમિકા સાથે રાજકોટના પારેવડી ચોકમાં સાઈકલની દુકાનમાં ગયો હતો. અને આ વાતની જાણ મોહસીનની પત્ની ને થતા તે રોષે ભરાઇ હતી અને પતિની પ્રેમિકાને પાઠ ભણાવવાનું તેને મનમાં વિચારી લીધું હતું.

મોહનસીનની પત્નીએ પ્રેમિકાનું અન્ય બે ઈસમો સાથે મળીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને દરગાહમાં લઈ જઈને ઢોર માર માર્યો હતો. મોહસીનની પત્નીએ પતિની પ્રેમિકાના વાયરથી હાથ બાંધી દીધા હતા અને ત્યારબાદ તેના ગુપ્તાંગના ભાગે મરચું નાખ્યુ હતું.અને આ ઘટના બાદ મોહસીનની પત્ની અન્ય બે ઈસમો સાથે મળીને પતિની પ્રેમિકાને રાજકોટના અવધ રોડ પાસે લઈ ગયા હતા અને ત્યાં તેને ગંભીર હાલતમાં રઝળતી મૂકી દીધી હતી.

આ મહિલાને ગંભીર હાલતમાં જોતાની સાથે કેટલાક લોકોએ સમગ્ર ઘટનાની જાણ 108ને કરી હતી અને ત્યાર બાદ મહિલાનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અને આ ઘટનામાં ડૉક્ટર દ્વારા મહિલાની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલમાંથી પોલીસને માહિતી આપવામાં આવી હતી.

જેથી લોધિકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સારવાર લઈ રહેલી મહિલાની ઉંમર 40 વર્ષ હોવાનું સામે આવ્યું છે અને તેને ચાર દીકરાઓ છે અને તપાસમાં ખુલ્યું છે કે ભોગ બનનાર મહિલાનો સૌથી મોટો દીકરો 20 વર્ષનો છે અને મોહસીન દ્વારા આ હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.