એક વ્યક્તિએ ભારતમાં રહેતી પોતાની પત્નીને મળવા માટે થાઈલેન્ડથી રબરની નાવમાં બેસીને પ્રવાસ શરૂ કર્યો હતો, તે બે અઠવાડિયા સુધી સમુદ્રમાં પ્રવાસ કરતો રહ્યો.અને થાઈલેન્ડના સમુદ્ર કિનારાથી 50 માઈલ દૂર પહોંચી ગયો, ત્યારે થાઈ નેવીને તેની માહિતી મળી હતી, ત્યાર બાદ થાઈ નેવીએ તેને
બચાવ્યો અને પછી અરેસ્ટ કર્યું.
આ વ્યક્તિનું નામ હોઆંગ હુંગ છે, તે વિયેતનામનો રહેવાસી છે. ફુકેત દ્વીપના થાઈ હોલી ડે આઈલેન્ડથી તેને મુસાફરીની શરૂઆત કરી હતી. તે સમુદ્ર માર્ગથી અંદાજે 2000 કિલોમીટરનું અંતર કાપીને મુંબઈમાં રહેતી પોતાની પત્નીને મળવા ઈચ્છતો હતો. તે રબર ડિંગીમાં પાણી અને ઈન્સ્ટન્ટ નૂડલ્સ સાથે લઈને અને પોતાના પ્રવાસે નીકળી પડ્યો હતો. જો કે, તેની પાસે કોઈ પણ નેવિગેશન સિસ્ટમ ન હતું.
હોઆંગ, થાઈલેન્ડથી અંદાજે 80 કિલોમીટર દૂર સિમીલન દ્વીપ સમૂહ નજીક પહોંચી ગયો હતો.અને જ્યાં તેને માછીમારોએ જોયું અને પછી નેવીના સમુદ્રી સુરક્ષા અધિકારીઓને માહિતી આપી હતી, ત્યાર બાદ નેવીના જવાનોએ તેને બચાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.