અમદાવાદના ઓમકારેશ્વર સોસાયટીમાં ૫૪ વર્ષીય વિનોદ ભગવાનદાસ બોરીસા રિક્ષા ડ્રાઈવિંગ કરે છે અને તેમની દીકરી ૨૨ વર્ષીય શ્વેતાએ ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતે રહેતા કૃષ્ણકાંત સુનીલકુમાર નાયર સાથે તા.૧૩/૮/૨૦૨૦નાં રોજ પ્રેમલગ્ન કર્યાં હતાં અને લગ્નના ત્રણ મહિના બાદ જમાઈ કૃષ્ણકાંત નાયર સાઉથ આફ્રિકા નોકરી કરવા માટે ગયા હતા. શરૂઆતમાં ઘરસંસાર ખૂબ સારો ચાલતો હતો. ત્યારબાદ અવારનવાર દીકરી શ્વેતાને જમાઈ કૃષ્ણકાંત નાયર માનસિક ત્રાસ આપતો હતો. સાઉથ આફ્રિકા ગયા બાદ જીવનનિર્વાહ માટે કોઈ પૈસા મોકલ્યા ન હતા અને દીકરી શ્વેતા CAનો અભ્યાસ માટે રૂ.૪૦ હજારની ફી ભરવા માટે તેના ભાઈ નિશાંત વોટ્સએપ મેસેજ કરીને માંગણી કરી હતી.
જેમાં રૂ.૨૦ હજાર મોકલી આપ્યા હતા. જે ઘટના માટે કૃષ્ણકાંત નાયર વારંવાર ટોર્ચર કરતો હતો. અને દીકરી શ્વેતાને કૃષ્ણકાંતભાઈ બે-ત્રણ વખતે ફોન પર ગાળો દઈને કહેતો હતો કે, તું છૂટાછેડા આપી દે, મારે તને નથી રાખવી. જે બાબતે દીકરી શ્વેતાને લાગી આવતાં તા.૩૦/૯/૨૦૨૧ના રોજ ભરૂચ તેમના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ શ્વેતાબેનની નણંદે તેનાં માતા-પિતાને જાણ હતી. સમગ્ર ઘટના અંગે એ સમયે અગ્નિસંસ્કાર આપતાં પોલીસે કોઈની પર શક કે વહેમ છે? તે વખતે પિતા બાલક્રિશ્નભાઈએ દીકરીના આઘાતને કારણે માનસિક સ્થિતિ સારી ન હોવાથી પોલીસને ના પાડી હતી. જો કે, હવે માનસિક સ્થિતિ સારી થતાં ભરૂચ એ-ડિવિઝન પોલીસમાં જમાઈ કૃષ્ણકાંત નાયર વિરુદ્ધ ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.