રાજકોટનિવાસી પતિ પત્ની વચ્ચે ઘરકંકાશ થતાં કંટાળી પતી પોતાના વતન વઢવાણ આવી ગયો હતો. પતિને મનાવવા પત્ની રાજકોટથી વઢવાણ ગઈ હતી પરંતુ પતિ ન માનતા તેને એસિડ ગટગટાવ્યું
News Detail
રાજકોટનિવાસી પતિ પત્ની વચ્ચે ઘરકંકાશ થતાં કંટાળી પતી પોતાના વતન વઢવાણ આવી ગયો હતો. પતિને મનાવવા પત્ની રાજકોટથી વઢવાણ ગઈ હતી પરંતુ પતિ ન માનતા તેને એસિડ ગટગટાવ્યું હતું જેથી સારવાર અર્થે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બન્ને પતિ પત્નીના બીજા લગ્ન હોવાનું સામે આવ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગોકુલધામ આરએમસી ક્વાટરમાં રહેતી ટીનાબેન સોલંકી નામની ૨૭ વર્ષની પરિણીતાએ વઢવાણ બસ સ્ટેન્ડ પાસે એસિડ ગટગટાવી લેતાં પરિણીતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે હોસ્પિટલના બિછાને રહેલી પરિણીતા ટીનાબેનએ જણાવ્યું હતું કે ટીના બેન અને બહાદુર ભાઈના બંનેના ચાર વર્ષ પહેલાં એકબીજા સાથે બીજા લગ્ન થયા હતા. જેમાં ટીના બેનને આગલા ઘરનો એક પુત્ર પણ છે અને બંને રાજકોટમાં ગોકુલધામ ક્વાટરમાં રહી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા ટીના બેનથી ઘરનો દરવાજો તૂટી જતા બંને વચ્ચે માથાકુટ થઈ હતી અને પતિ બહાદુર ભાઈ થેલો પેક કરી વઢવાણ વતન જતા રહ્યા હતા. ત્યાર બાદ ટેલીફોનીક વાતચીતમાં મનાવવા છતાં પતિ પરત ન આવતા પરિણીતા પોતે જ વઢવાણ જતી રહી હતી. જ્યાં બસ સ્ટેન્ડ પાસે પતિ સાથે નોકજોક થતા પોતે એસિડ ગટગટાવી લીધી હતું. જેથી તેણીને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ બાદ અત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.