દુનિયામાં કોરોના વાયરસનો કહેર ઓછો થઈ રહયો નથી.તેના કારણે લોકોમાં ગભરાટ અને કોરોના વાયરસને લઈને જાત જાતની માન્યતાઓ પણ ફેલાઈ રહી છે.
આમાંથી એક માન્યતા એવી છે કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે. જેનુ WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન)દ્વારા ખંડન કરવામાં આ વ્યુ છે. WHOનુ કહેવુ છે કે, આ વાયરસ હવાથી ફેલાતો નથી. તે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં જો કોઈ બીજો વ્યક્તિ આવે તો ફેલાય છે.
આ વાયરસ થૂકના કણોમાંથી ફેલાય છે. આ કણ કફ , છઈંક અને બોલવાથી શરીરની બહાર નિકળે છે.થૂંકના કણો એટલા હલકા નથી હોતા કે હવા સાથે ઉડે. તે બહુ જલ્દી જમીન પર પડી જાય છે.
સંસ્થાનુ કહેવુ છે કે, જો કોઈ પોઝિટિવ વ્યકતિથી નોર્મલ વ્યક્તિ એક મીટરના દાયરામાં ઉભો હોય તો કોરોના વાયરસ શ્વાસોશ્વાસ થકી શકરીરમાં દાખલ થઈ શકે છે. જો કોઈ સપાટી પર કોઈ પોઝિટિવ વ્યક્તિના થૂંકના કણ પડેલા હોય અને તે સપાટી પર કોઈ વ્યક્તિનો હાથ પડે અને આ હાથથી તે પોતાની આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરે તો પણ આ વાયરસ તેના થકી શરીરમાં જઈ શકે છે. માટે સતત હાથ ધોતા રહેવુ જરુરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.