હવાઈ યાત્રા કરનાર લોકો ટૂંક સમયમાં મુસાફરીદરમિયાન ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. ડોમેસ્ટિકએરલાઈન્સમાંઉડાન દરમિયાન પ્રવાસીઓ હવે ઈન્ટરનેટની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. સરકારે વિમાનમાં ઉડાન દરમિયાન વાઈ-ફાઈ દ્વારા ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેના માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને એરક્રાફ્ટ એક્ટ 1937માં સુધારો કર્યો છે. તેઅનુસાર, ‘પાયલટ ઈન કમાન્ડ’ ઉડાન દરમિયાન વાઈ-ફાઈ દ્વારા પ્રવાસીઓનેઈન્ટરનેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. આ ફેરફાર બાદ પ્રવાસીઓઈન્ટરનેટ દ્વારા લેપટોપ, સ્માર્ટફોન, ઈ રીડર, સ્માર્ટવોચ કેટેબલેટ જેવા ડિવાઈસને ઈન્ટરનેટ સાથે ક્નેક્ટ કરી શકે છે.
જો કે, એરક્રાફ્ટ એક્ટ 1937ના નિયમ 29B અંતર્ગત એવો નિયમ બનાવવામાં આવ્યો હતોકે, કોઈ પણપ્રવાસી અથવા પાયલટ ફ્લાઇટમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો ઉપયોગ કરી શકશે નહીં. હવે મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અંતર્ગત પેટા નિયમ 1 ના આધાર પર પાઇલટ ઇન કમાન્ડ આ સેવાઉપલબ્ધ કરાવી શકે છે.નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, વિમાન જ્યાં સુધી રન વે પર હશે ત્યારે અને લેન્ડ કરતી વખતેઆ સેવા આપવામા આવશે નહીં.
ઉડાન દરમિયાન પ્રવાસીઓને વાઈ-ફાઈ દ્વારા ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી આપનારી વિસ્તારા દેશની પ્રથમ એરલાઈન્સ કંપની બનવા જઈ રહી છે.વિસ્તારા થોડા જ સપ્તાહમાં ઈન ફ્લાઈટ વાઈફાઈ દ્વારા તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર્સ વિમાનમાં આ સુવિધા પ્રદાન કરશે.વિસ્તારા ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇન્સની સંયુક્ત કંપની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.