કાશ્મીર, ઉત્તર ભારત સહિત રાજધાની દિલ્હીમાં હાડ થીજવી નાખતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં તો 1997 બાદ સૌથી વધારે ઠંડી પડી રહી છે. હવે હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, પંબાજ, હરિયાણા, વેસ્ટ યૂપી, ઇસ્ટ યૂપી, નોર્થ રાજસ્થાનમાં ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ ઇશ્યું કર્યુ છે. ઠંડીની ભારે અસર ગુજરાતમાં પણ જોવા મળશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઠંડીના કારણે મોટા પ્રમાણમાં ઝાકળનું પ્રમાણ પણ વધી શકે છે. વિજિબિલિટી 50 મીટર અથવા તેનાથી ઘટી શકે છે. હવામાન વિભાગના અનુસાર 27 થી 29 ડિસેમ્બર દરમિયાન ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર મહિનામાં તાપમાન 19.15 થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો આમ થાય તો આ સદીનો બીજો સૌથી ઠંડો ડિસેમ્બર મહિનો રહેશે. અગાઉ 1997માં તાપનામ 7.3 નોંધવામાં આવ્યું હતું. જ્યારે ચંડીગઢ સૌથી ઠંડુ હતું. પરંતુ ગઈ કાલે દિલ્હીમાં ઠંડીએ આ રેકોર્ડ તોડ્યો હતો અને તાપમાન 5. 5 રહ્યું હતું. ભારે દિલ્હીમાં ઠંડીના કારણે લોકોના દૈનિક જીવન પર પણ અસર પડે છે. ગાઢ ધુમ્મસ અને તડકો નહી નિકળવાનાં કારણે લોકો પરેશાનીનો સામનો કરવો પડે છે. ઓફીસ અથવા અન્ય કામથી બહાર નિકળનારા લોકો જામનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઠંડીનું આ જોર 29 ડિસેમ્બર સુધી યથાવત રહે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.