ગુજરાતની પ્રજા દ્વારા અત્યંત તિરસ્કૃત, પરાજિત, ફેંકાઈ ગયેલા અલ્પેશ ઠાકોરને એલઆરડી આંદોલનમાં આર્થિક લાભ દેખાતાં તેમાં કૂદી પડવાની જાહેરાત કરી હતી અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો 48 કલાકમાં ઠરાવ રદ્ નહિ કરે તો ગાંધી આશ્રામથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજીશું. જોકે સરકારે ઠરાવને રદ જાહેર કર્યો નથી, અનામત તેમજ બિનઅનામત એમ બંને વર્ગના આંદોલનો અત્યારે પણ ચાલુ જ છે ત્યાં અલ્પેશની પદયાત્રાની જાહેરાતનો ફિયાસ્કો થયો છે, કારણ કે પદયાત્રા યોજે એટલા માણસો જ તેની પાસે એકઠા થયા નહોતા.
સરકારે એલઆરડી ભરતીમાં બેઠકો વધારવા ઉપરાંત આ ભરતીમાં ઠરાવ થયો નથી તેમ માનીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે, જોકે બંને વર્ગો સરકારની જાહેરાતથી ખુશ નથી, અને આંદોલન તો ચાલુ જ રાખ્યું છે. આ સ્થિતિમાં અલ્પેશ ઠાકોરની પદયાત્રાની જાહેરાતનું સૂરસૂરિયું થઈ ગયું છે તેમ ખુદ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીઓ જણાવી રહ્યા છે. તેઓ કહે છે કે, અલ્પેશ ઠાકોરે પહેલાં પણ આંદોલનના નામે રાજકીય રોટલા શેક્યા છે અને પોતાનું જ ઘર ભર્યું છે.
અનામત અને બિનઅનામત વર્ગના આંદોલન બાબતે મુખ્યમંત્રીના નિવાસે યોજાયેલી બેઠકમાં વગર આમંત્રણે રવિવારે અલ્પેશ ઠાકોર પહાંેચી ગયો હતો, જોકે બેઠકમાં બોલાવાયેલા લોકોની યાદીમાં અલ્પેશ ઠાકોરનું નામ ન હોવાથી તેને મંત્રી નિવાસના ગેટ પાસે સિક્યોરિટીએ રોકી લીધો હતો, આ તબક્કે અલ્પેશે સિક્યોરિટી ગાર્ડ સાથે બેહૂદંુ વર્તન કર્યું હતું તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.