ચકચારી નિર્ભયા કેસના દોષિતો હવે ફાંસીથી બચવા માટે નવાનવા તિકડમ અજમાવી રહ્યાં છે. ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ ફાંસીએ લટકાવવાની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે જ ફાંસીથી બચવા માટે તેઓ હવે દરેક કાયદાકીય વિકલ્પો અજમાવી રહ્યાં છે.
આ મામલે હવે ચારમાંથી ત્રણ દોષિતોના વકીલ ઓપી સિંહે દિલ્હીની એક અદાલતમાં અરજી દાખલ કરી છે. સિંહે દાવો કર્યો છે કે, તિહાડ જેલ પ્રસાશને હજી સુધી તેમને ફાંસી સંબંધીત દસ્તાવેજો જ આપ્યા નથી.
નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં ફાંસીની સજા પામેલા ચારમાંથી વિનય, પવન અને અક્ષય ઠાકુર એમ ત્રણ દોષિતો ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન કરશે. દોષી વિનય, અક્ષય અને પવન એક-બે દિવસમાં સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરશે. અહેવાલ છે કે ત્રણેય દોષી જેલમાં પોતાના વ્યવહારમાં સુધારનો ઉલ્લેખ કરતાં ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવાની માંગ કરશે.
નિર્ભયા કેસના વધુ એક દોષિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે દયાની અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દોષિત વિનય વર્મા દયાની અરજી કરવા માંગે છે. સાથે જ તે ઈચ્છે છે કે, તેની 170 પાનાની એક પર્સનલ ડાયરીને પન ઓથોરિટી સુધી મોકલવામાં આવે. આ ડાયરીનો ઉલ્લેખ એ અરજીમાં કરવામાં આવ્યો છે જે ગઈ કાલે શુક્રવારે બચાવ પક્ષના વકીલ તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં વકીલે જેલ પ્રસાશન પર દોષિત ડાયરી અને અન્ય દસ્તાવેજો પુરા પાડવામાં વિલંબનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે, તેના કારણે દોષિત દયાની અરજી દાખલ નથી કરી શકતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.