પુલવામા હુમલાને 1 વર્ષ થવાનું છે, પણ તે હુમલામાં મારવામાં આવેલા શહીદો હજુ સુધી સરકારની કોઈ મદદ મળી નથી. કેન્દ્ર સરકારે માત્ર વાયદાઓ કર્યા પણ તેને હજુ સુધી પૂરા કરવામાં આવ્યા નથી. તંત્રનું વલણ એટલું નિષ્ઠુર બની ગયું છે કે શહીદનો પરિવાર તેમની ઓફીસના ચક્કર લગાવીને થાકી ગયા. છતાં કોઈ મદદ હજુ સુધી મળી નથી.
આવી જ કહાની છે CRPF જવાન કૌશલ કુમાર રાવતની. કૌશલ કુમાર રાવત 14 જાન્યુઆરી 2019ના રોજ તે બસમાં સવાર હતા, જેને આતંકવાદીઓએ આત્મઘાતી હુમલામાં ઉડાવી દીધી હતી. શહીદોને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદા ખોટા સાબિત થઈ રહ્યા છે.
શહીદ કૌશલ કુમાર રાવતની માતા સુધા કહે છે કે, ન તો તેમને કેન્દ્ર સરકારની કોઈ મદદ મળી, ન તો કોઈ સામાજિક સંગઠનોએ તેમની મદદ કરી કે હાલચાલ પૂછ્યાં. જ્યારે દીકરાની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે મોટા મોટા અધિકારીઓ અને નેતાઓ આવ્યા હતા. પણ હવે 1 વર્ષ પૂરુ થવા આવ્યું છે, આજ દિન સુધી કોઈ વાયદો પૂરો કરવામાં આવ્યો નથી.
શહીદ કૌશલ કુમારનો પરિવાર હવે ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં રહે છે. શહીદની પત્ની મમતા કહે છે કે, સરકારી વ્યવસ્થાઓ અને અધિકારીઓની ગેરજવાબદારીને કારણે તેમની ધીરજ હવે તૂટી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.