હવે અચાનક મેદાનમાં આવી ભાજપ, બે વરિષ્ઠ નેતાઓએ સરકાર રચવાને લઈને ખોલ્યા પત્તા

17 દિવસના ઘમાસણ બાદ રાષ્ટ્રપતિ સાશન લાદ્યા બાદ પણ મમહારાષ્ટ્રમાં રાજકીય હિલચાલ અને નિવેદનબાજી બંધ થવાનું નામ લેતી નથી. હવે ભાજપ અચાનક મેદાનમાં આવી ગયું છે. ભાજપે કહ્યું છે કે, તે 145ના આંકડા સાથે સામે આવશે અને સરકાર બનાવશે. સાથે જ ભાજપે સ્પષ્ટ બહુમત મળ્યો હોવા છતાંયે સરકાર ના બનાવાતા રાજ્યમાં લાગેલા રાષ્ટ્રપતિ શાસનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.

કોંગ્રેસ-એનસીપીની સંયુક્ત પત્રકાર પરિષદ પછી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા બાબતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. જેનો ભાજપે વળતો જવાબ આપ્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા નીતિશ રાણેએ અચાનક કહ્યું હતું કે, ભાજપ આ વખતે 145ના આંકડા સાથે રાજ્યમાં સરકાર બનાવશે. જ્યારે મહત્વપૂર્ણ નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું છે, જેમણે કહ્યું છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપુર્ણ છે, પણ ટૂંક સમયમાં જ રાજ્યને એક સ્થિર સરકાર મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.