દેશના દરેક કાયદાઓ ફક્ત સામાન્ય નાગરિકો માટે જ બને છે બાકી તો દેશના રાજકારણીઓ માટે આ કાયદાનું કોઈ મહત્વ નથી, આ વાતને ખુદ ભાજપ સરકારે જ સાબિત કરી બતાવી છે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજ્યના પ્રવાસે જે કરી રહ્યા હતા, એ આજે દુનિયા જોઈ રહી છે. એકતરફ કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે અને બીજી તરફ ભાજપના કાર્યકરો અને નેતાઓ દેશમાં કોરોના વધારવાનું કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
હાલ રાજ્યમાં બેરોજગાર સમિતિ રાજ્યના શિક્ષિત બેરોજગારો રોજગારી માટે સરકાર સામે ન્યાય માટે લડી રહી છે. કેટલાય યુવાનોની ફક્ત નિમણુક બાકી છે, તો કેટલાય યુવાનોની પરિક્ષા લેવાઈ ગઈ પરંતુ પરિણામ બાકી છે.
સરકાર દ્વારા કેટલીય પરીક્ષાઓ ની જાહેરાત કરવામાં આવી છે પણ પરીક્ષા લેવામાં નથી આવી રહી, હાલ પણ જેટલા યુવાનોને પરીક્ષા આપવાની છે. તેની સરકાર દ્વારા જાહેરાત છતાં પણ કોઈ તારીખ બહાર પાડવામાં નથી આવી રહી. આવા તો રાજ્યમાં લાખો યુવાનો છે કે જે બેજવાબદાર સરકારને સહન કરતા આવ્યા છે, પરંતુ હાલના સમયમાં આ દરેક શિક્ષિત યુવાનો એકઠા થયા છે અને સરકાર સામે આ દરેક સવાલોના જવાબ માંગી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.