હવે ભારત કરશે પાકનાં કબજાવાળા ગિલગિત-બાલ્ટિસ્તાનનાં હવામાનની આગાહી

ગિલગિત-બાલ્ટિસ્તાન વિસ્તારને લઇને ભારત-પાકિસ્તાન ઘણીવાર સામસામે આવી ચુક્યા છે, જે દરેક વખતે પાકિસ્તાનને જ પિછેહઠ કરવી પડી છે.

હાલમાં જ પાકિસ્તાની સુપ્રિમ કોર્ટએ આ વિસ્તારમાં સામાન્ય ચુટણી કરવા આદેશ આપ્યો છે, જે અંગે ભારતે જોરદાર આપત્તિ નોંધાવી છે, જ્યારે હવામાન વિભાગે કેટલાક એવા પગલા ઉઠાવ્યા કે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.

ખરેખર તો ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગિલગિત-બાલ્ટિસ્તાને જમ્મુ-કાશ્મિર સબ ડિવિઝનનો ભાગ બતાવતા તેને ઉત્તર-પશ્ચિમ ભારતનાં હવામાનની ભવિષ્યવાણીમાં તેને આ વિસ્તાર સાથે સાંકળી લીધું છે.

IMDએ નોર્થવેસ્ટ ઇન્ડિયા માટે જે અનુમાન જારી કર્યું, તેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદને પણ સામેલ કરાયું છે. એટલે કે  આ વિસ્તારમાં 7 મેને લઇને લઇને 10 મે સુધી હવામાન કેવું રહેશે, તે અંગે માહિતી આપી છે.

પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્રનાં પ્રમુખ કુલદિપ શ્રીવાસ્તવે જણાવ્યું કે ભારતીય હવામાન વિભાગનાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ માટે પણ પુર્વાનુમાન કરવાનું શરૂ કર્યું છે, જે પાકિસ્તાની કબજાવાળો વિસ્તાર છે.

આ સંબંધમાં પુર્વાનુમાન જમ્મુ કાશ્મિર મોસમ વિજ્ઞ્રાન ઉપ મંડળ હેઠળ 5 મેથી જારી કરવામાં આવી  રહ્યું છે, આ પગલું એટલા માટે મહત્વપુર્ણ છે કે તાજેતરમાં જ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ગિલગિત-બાલ્ટિસ્તાન તેમનો ભાગ છે, અને પાકિસ્તાન તેને તાત્કાલિક ખાલી કરે.

ગિલગીત-બાલ્ટિસ્તાનનો ઇતિહાસ

વર્ષ 1949માં કરાચી એગ્રીમેન્ટ બાદથી જ પાકિસ્તાન આ વિસ્તારને વિવાદિત કાશ્મિર વિસ્તારનો ભાગ માની રહ્યું છે, આ પહેલા આ વિસ્તાર ડોગરા સામ્રાજ્યનો ભાગ હતું, જેણે બાદમાં તેને બ્રિટનને લીઝ પર આપી દિધું હતું, અંગ્રેજ આ વિસ્તારને સેફ્ટી વાલ્વ તરીકે ઇચ્છતા હતા.

આ વિસ્તાર પર પાકિસ્તાનનું નિયંત્રણ થવા છતાં પણ તેને પાકનો ભાગ બનાવવામાં આવ્યું ન હતું, એક સમયે ગિલગીતમાં અમેરિકા આવવા ઇચ્છતું હતું, રશિયાને પણ ગિલગિટમાં બેઝ બનાવવા માટે પાકિસ્તાને વચન આપ્યું હતું, આજે ગિલગીટ પર ચીનની નજર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.