પુરી: યસ બેંકમાં મહાપ્રભુશ્રી જગન્નાથજીના 545 કરોડ રૂપિયા જમા હોવાની વાત સામે આવી છે. યસ બેંકનું દેવાળીયું થવાની સ્થિતિમાં શ્રીજગન્નાથ પ્રેમીઓની ચિંતા વધી ગઈ છે. આટલા મોટા પ્રમાણમાં બેંકની જમા રાશિ કેવી રીતે પરત આવશે તેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જે લોકોએ બેંકમાં રાશિ જમા કરાવી છે તેઓની ધરપકડ કરવાની માગ પણ ઉઠી છે. તો સમાજવાદી પાર્ટીએ આ સંદર્ભમાં મુખ્યમંત્રી નવન પટનાયકને હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.
સપાના રાજ્ય અધ્યક્ષ રવિ બેહરાએ કહ્યું કે મુખ્યમંત્રી આ મામલે હસ્તક્ષેપ કરી રિઝર્વ બેંક, નાણામંત્રી નિર્મલા સીતારમણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી મહાપ્રભુના 545 કરોડને છોડાવવાની માગ કરી છે. આ સંદર્ભમાં અમે મુખ્યમંત્રીને એક પત્ર પણ લખ્યો છે.
મહાપ્રભુની આ જમા રાશિથી મંદિર ચાલે છે. અધિકારીથી લઇને કર્મચારી સુધી તમામનો પગાર ચૂકવવામાં આવે છે. જો 545 કરોડ રૂપિયા ડૂબી જશે તો પછી શ્રીમંદિર સંચાલનમાં મોટી મુશ્કેલી સર્જાશે. ગત 20 ફેબ્રુઆરી સુધી શ્રીમંદિર સંચાલન કમિટી બેઠકમાં યસ બેંકને લઇને માથાકૂટ થઇ હતી. રાષ્ટ્રીય બેંકની જગ્યાએ પ્રાઇવેટ બેંકમાં શ્રીમંદિરના 545 કરોડ કેમ જમા કરાવવામાં આવ્યા હોવાનો સવાલ સંચાલન કમિટીના સભ્યોએ સવાલ ઉઠાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.