હવે દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં પણ 27 માર્ચ સુધી લોકડાઉન

કોરોનાના વધતા જતા વ્યાપના કારણે હવે યુપી સરકારે આખા રાજ્યને લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

27 માર્ચ સુધી આખા રાજ્યમાં લોકડાઉન રહેશે. આ પહેલા રવિવારે સરકારે યુપીના 16 જિલ્લા લોકડાઉન કર્યા હતા પણ વાયરસ વધારે ફેલાય નહી તે માટે હવે દેશના સૌથી મોટા રાજ્યમાં કરોડો લોકો લોકડાઉનમાં રહેશે.

યોગી સરકારે દરેક જિલ્લાના કલેક્ટરને જરુર પડે તો કરફ્યુ નાખવા માટે પણ છુટ આપી છે. લોકડાઉન દરમિયાન મેડિકલ સારવાર, જરુરી સરકારી સેવાઓ, શાકભાજી અનાજ કરિયાણાની દુકાનો, ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ, બેન્કો, એટીએમ અને ઓનલાઈન શોપિંગની ડિલવરી સેવાને છુટ આપવામાં આવી છે.

તમામ લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. ટેક્સી અને ઓટો સેવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.