લોકો કોરોનાથી હેરાન પરેશાન છે ત્યારે હવે કેળાના પાક પર બનાના કોવિડનો ખતરો સર્જાયો છે.
આ બીમારીથી માણસોને તકલીફ નથી થતી પણ કેળાની ફસલનો ખાતમો બોલી જાય તેવી સંભાવના હોય છે. વૈજ્ઞાનિક રીતે તેને ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચાર તરીકે ઓળખવામાં આવે છે.
આ એક પ્રકારની ફંગસ છે જેનાથી કેળાનો પાક ખરાબ થઈ શકે છે. ભારતમાં દુનિયામાં સૌથી વધારે કેળાનો પાક થયા છે. આ બીમારી પહેલા તાઈવાનમાં જોવા મળી હતી.હવે તે મિડલ ઈસ્ટ, આફ્રિકા અને લેટિન અમેરિકન દેશોમાં પહોંચી ચુકી છે.
નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ બનાનાના ડાયરેક્ટર એસ ઉમાનુ કહેવુ છે કે, ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચારને આપણે કેળા માટેનો કોરોનો વાયરસ પણ કહી શકીએ છે. કારણકે તેનાથી આખી દુનિયામાં કેળાના પાકને નુકસાન થઈ રહ્યુ છે. આ બીમારીની અસર યુપી અને બિહારમાં પડવાની શક્યતા છે.તેને રોકવા માટે કોશિશ થઈ રહી છે પણ એ ખબર નથી કે તેમાં સફળતા કેટલી મળશે.
યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચારને દુનિયાની ખેત પેદાશોની સૌથી ભયકંર બીમારી ગણાવી છે. કારણકે તેને રોકવા માટે હાલમાં કોઈ ઉપાય નથી અને તેના માટે કોઈ દવા પણ બની નથી.
કોરોનાથી બચવા માટે ક્વોરેન્ટાઈન થવાનો રસ્તો તે રીતે આ બીમારીને રોકવા માટે પ્લાન્ટને ક્વોરેન્ટાન કરવા પડે છે. આખી દુનિયામાં આ બીમારીએ 1.96 લાખ કરોડની કેળાની ખેતીને બરબાદ કરી છે.કેળા એવુ ફળ છે જે આખી દુનિયામાં ખવાય છે.
ભારત દર વર્ષે 2700 કરોડ કિલો કેળાનુ ઉત્પાદન કરે છે. ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચાર બીમારી કેળાની કોમન પ્રજાતિઓને બરબાદ કરે છે. જે સૌથી વધારે ખવાય છે. આ પૈકીની એક પ્રજાતિ પીળા રંગનુ કેળુ છે.આ પ્રજાતિને ગ્રાન્ડ નૈન કહેવામાં આવે છે.
ભારતમાં આ બીમારી કેવી રીતે આવી તેની તપાસ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. જોકે આ બીમારી નવી નથી. તેણે 1950માં કેળાની એક વેરાઈટ ગ્રોસ મિશેલને ખતમ કરી નાંખી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.