દેશમાં કેટલાક સ્થળે સામૂહિક નમાઝ અટકાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થયો હતો. હવે આવી ઘટના મહારાષ્ટ્રના સોલાપુરમાં રથયાત્રા અટકાવા ગયેલી પોલીસ સાથે પણ બની છે.
મળતી વિગતો પ્રમાણે મહારાષ્ટ્રના સોલાપુરમાં રથયાત્રામાં
સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા થયા હતા અ્ને લોકડાઉનના તમામ નિયમોનો ભંગ કરીને લોકો તેમાં સામેલ થયા હતા. જેના કારણે પોલીસને આ રથયાત્રા અટકાવવા જવુ પડ્યુ હતુ.પોલીસે લોકોને ઘરે જવાની અપીલ કરી હતી પણ લોકો માન્યા નહોતા.ઉલટાનુ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
પોલીસે આ મામલામાં ગુનો નોધીને પથ્થમારો કરનારાઓની શોધખોળ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.