હવે માત્ર 5 મિનિટમાં જાણવા મળશે કે કોઇને COVID19 છે કે નહીં, તપાસ બનશે સરળ

કોરોના વાયરસથી ઉભી થયેલી કટોકટીના સંજોગોમાં સારા સમાચાર છે. અમેરિકાની એક પ્રયોગશાળાએ કોરોના વાયરસ માટે એક ટેસ્ટ કીટ વિકસાવી છે,

તે કોઈ વ્યક્તિને  ચેપ લાગ્યો છે કે નહીં તે માત્ર પાંચ મિનિટમાંજણાવી શકે છે. વિશેષ બાબત એ છે કે તે એટલી હલકી અને નાની કીટ છે કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી ખૂબ જ સરળ છે.

એક નિવેદનમાં તેમણે

જણાવ્યું છે કે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ તેને આગામી સપ્તાહ સુંધીમાં વહેલી તકે આરોગ્ય સંભાળ પ્રદાતાઓને આપવા માટે તાત્કાલીક મંજૂરી આપી દીધી છે.

શુક્રવારે પ્રેસને અપાયેલા નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે મોલેક્યુલર ટેકનોલોજી પર આધારિત આ તપાસમાં કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો છે કે નહીં તે માત્ર 13 મિનિટમાં જાણવા મળી જશે.

કંપનીના ચેરમેન અને ચીફ ઓપરેટિંગ ઓફિસર રોબર્ટ ફોર્ડે જણાવ્યું કે, “કોવિડ -19 વૈશ્વિક રોગચાળા સામે વિવિધ મોરચા પર લડવામાં આવશે અને એક પોર્ટેબલ ટેસ્ટથી આ વાયરસ સામે લડવા માટે ડાયગ્નોસ્ટિક સોલ્યુશન પ્રદાન કરશે.”.

ફોર્ડે જણાવ્યું હતું કે આ ટેસ્ટ કીટ નાની હોવાનો અર્થ એ છે કે તે હોસ્પિટલોની બહાર લઇ જઇ શકાય છે જ્યાં ઘણાં કોવિડ -19 કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.