દેશમાં ફેલાયેલા કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા તમામ લોકો એકજૂથ થયા છે. બધા તેમની ક્ષમતા પ્રમાણે કોરોના સામેની લડતમાં યોગદાન આપી રહ્યા છે. આ કડીમાં લખનઉના કેજીએમયૂ અને અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેના દ્વારા માત્ર છાતી અથવા છાતીનો એક્સ-રે જોઈને ખબર પડી જશે કે દર્દી કોરોનાથી સંક્રમિત છે કે નહીં.
ઉત્તર પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ કેજીએમયૂએ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કોવિડ દર્દીઓની છાતીના એક્સ-રે મંગાવીને તેના પર કામ શરૂ કર્યું છે, જે ટૂંક સમયમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં જશે. લખનૌની કેજીએમયૂએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે માહિતી આપી છે.
પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે ચીન અને અમેરિકા પછી કેજીએમયુ ટૂંક સમયમાં જ એક્સ-રે જોઈને કોવિડ દર્દીઓની ઓળખ કરશે. એક્સ-રેથી ફક્ત કોવિડના દર્દીઓની જ ખબર પડશે નહીં પરંતુ ફેફસાના ચેપથી દર્દી ક્યારે અને કેટલા સમયમાં સ્વસ્થ થઈ શકે છે તે પણ જાણી શકાશે.
આપને જણાવી દઇએ કે ચીનમાં રેપિડ ટેસ્ટ ઓછા થઇ રહ્યા હતા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ પદ્ધતિ કારગર સાબિત થઇ હતી. આ મોડેલમાં યુ.એસ., યુ.કે., ચીન અને અન્ય કેટલાક દેશો પણ કોવિડ -19 દર્દીઓની ઓળખ કરવાનું કામ કરી રહ્યા છે. હવે તેની શરૂઆત ભારતમાં કેજીએમયુમાં શરૂ થવા જઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.