હવે નવજાત બાળકોને નહીં લાગે કોરોના ચેપ, બાળકો માટે હોસ્પિટલે બનાવ્યું ખાસ માસ્ક

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલી આ બીમારીએ આજે દુનિયાભરમાં તબાહી મચાવી દીધી છે. આ વાયરસની ચપેટે અત્યાર સુધી 13 લાખ લોકો આવી ગયા છે. જયારે મોતનો આંકડો 76 હજાર સુધી પહોંચ્યો છે.

કોરોના વાયરસનો ભોગ સૌથી વધુ બાળકો અને વૃદ્ધો બને છે. બાળકો અને વૃદ્ધોની ઇમ્યુનીટી સિસ્ટમ ઘણી કમજોર હોય છે. આ કારણે આ લોકો કોરોનાનો સૌથી વધુ ભોગ બને છે. નવજાત બાળકોને કોરોનાથી બચાવવા માટે થાઈલેન્ડના ડોક્ટરે એક ખાસ માસ્ક બનાવ્યું છે.

થાઈલેન્ડમાં અત્યાર સુધીમાં 2200થી વધુ મામલા સામે આવ્યા છે. કોરોનને કારણે ત્યાર સુધીમાં 27 લોકોના મોત નિપજ્યા છે. ચાઇના પ્રેસના અહેવાલો અનુસાર થાઇલેન્ડની પાઓલો હોસ્પિટલે બાળકોને કોરોનાથી બચાવવા માટે વિશેષ માસ્ક બનાવ્યું છે. આ માસ્ક જે જન્મેલું બાળક છે તેને પહેરાવવામાં આવી રહ્યું છે જેથી તે કોરોનાની ચપેટમાં ના રહે.

હાલ સોશિયલ મીડિયામાં આ બાળકની તસ્વીર વાયરલ થઇ રહી છે. આ માસ્ક એટલું મોટું છે કે, બાળકનું અડધું બોડી કવર થઇ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.