આજે રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદૂએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં ચાલી રહેલા પ્રવાહોને લઈને વાતો કરી હતી. રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ફળદૂએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવાની જાહેરાત કરી હતી. આ સિવાય રાજ્યમાં રોડ અકસ્માતોમાં થયેલા મોત મામલે અને વાહન ચાલકોના હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપી હતી.
ગુજરાતના વાહન ચાલકોના હેલ્મેટ પહેરવાને લઈને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ પ્રતિક્રિયા આપી છે કે, લોકોએ જાગૃત થઈને હેલ્મેટ પહેરવુ જોઈએ. માર્ગ અકસ્માતમાં બચવા માટે આકરા પગલા લેવા જોઈએ. હેલ્મેટ મરજિયાત કે ફરજિયાત તે અંગે ફળદુ ખુદ મુંઝવણમાં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યુ કે, બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં હેલ્મેટને લઈને ચર્ચા કરાશે.
ગુજરાતના પરિવહનમંત્રી પ્રેસ કોન્ફરન્સમાં હેલમેટ મુદ્દે આજે અવઢવમાં જણાતા હતા. રાજ્યમાં હેલમેટ ફરજિયાત છે કે મરજિયાત તો એનો ખુદ પરિવહનમંત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પહેલા હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેને મરજિયાત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં રાવ નાંખવામાં આવી હતી કે, સરકારે કોઈ કારણ વગર હેલમેટ મરજિયાત કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે ગુજરાત સરકારને ટપારી હતી. એટલે સરકારે એવુ બહાનું આગળ ધર્યુ હતુ કે હાલ પુરતુ સ્થગિત કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.