હવે પેટ્રોલ-ડીઝલ પર વધુ ખર્ચ કરવા થઈ જાઓ તૈયાર, આટલો વધારો થવાના એંધાણ

એવી માહિતી મળી છે કે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. જો એવું થશે તો સામાન્ય પ્રજાનું બજેટ ખોરવાઈ શકે છે. કેન્દ્ર સરકાર એવો વિચાર કરી રહી છે કે તેલ કંપનીઓને ઓછા પ્રદૂષિત બળતણ માટે પ્રીમિયમ ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવે.

આપને જણાવી દઈએ કે આ પહેલા તેલ કંપનીઓ દ્વારા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં થયેલ ખર્ચની વસૂલાત માટે સરકાર પાસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી. સરકારી અને ખાનગી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલિયમ મંત્રાલય પાસે માંગ કરી છે કે તેઓને તેમના રોકાણના અમુક ભાગની ભરપાઈ કરવા માટે ભાવમાં વધારો કરવાની મંજૂરી મળે. હકીકતમાં, આ કંપનીઓએ બીએસ સ્ટેજ -6 વાહનો માટે ફ્યુલ તૈયાર કરવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અંદાજે 80 હજાર કરોડનું રોકાણ કર્યું છે, જેનો અમલ આવતા વર્ષે એપ્રિલથી કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ જો તેલ કંપનીઓના આ પ્રસ્તાવને સરકાર મંજૂરી આપે તો એક લિટર પેટ્રોલ અથવા ડીઝલના ભાવમાં 80 પૈસાથી લઈ 1.50 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે આ વધારો આગામી પાંચ વર્ષો સુધી યથાવત રહે એવા અહેવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.