કોરોના રોગચાળાનાં કારણે લોકોમાં એક છત્રની નીચે તમામ સેવાઓ માટે હવે પોસ્ટ ઓફિસોમાં કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે.
તેની શરૂઆતનાં પ્રથમ તબક્કામમાં આગ્રાનાં પ્રતાપપુરા (ઉત્તરપ્રદેશ) સ્થિત હેડક્વાર્ટરમાં આ સેવા શરૂ કરવામાં આવી છે, અહીં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંકળાયેલી 73 સર્વિસ મળશે, અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રકારની સર્વિસ દેશનાં અન્ય શહેરોમાં પણ ખુબ ઝડપથી શરૂ કરવામાં આવશે.
અત્યાર સુધી પોસ્ટ ઓફિસોમાં પોસ્ટ સંબંધિત કાર્ય,બચત ખાતા અથવા આધાર કાર્ડ બનાવવામાં આવતા હતાં, હવે અહીં સામાન્ય જનતા માટે ઘણી સેવાઓ વધારવામાં આવશે, છેલ્લા સપ્તાહે પ્રતાપપુરાની આ પોસ્ટ ઓફિસમાં કોમન સર્વિસ સેન્ટરની શરૂઆત થઇ છે.
આ સેન્ટર પર જન્મ પ્રમાણ પત્ર,પાન કાર્ડ, અને પાસપોર્ટ માટેની અરજી, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ પાક વીમા યોજના, આયુષ્યમાન ભારત યોજના માટેની અરજી કરવાની સુવિધા મળશે.
તે સાથે જ મોબાઇલ અને ડીટીએચ રિચાર્જ, ફાસ્ટ ટૈગ, વિજળી,પાણી,ટેલિફોન,ગેસ બિલની ચુકવણી કરી શકશો,બસ, ટ્રેન, અને હવાઇ સેવાઓનું ટિકિટ બુક્રિંગ પણ અહીંથી કરાવી શકાશે.
પ્રતાપપુરા હેડક્વાર્ટરનાં ડાયરેક્ટર મુજબ હવે પોસ્ટ ઓફિસોમાં એક જ છત નીચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની જનતા સાથે સંકળાયેલી કોમન સર્વિસની 73 સેવાઓ મળશે, આ બધી સર્વિસ માટે સરકાર દ્વારા નક્કી કરેલો ચાર્જ પણ લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.