હવે શહેરમાં ફૂડ પેકેટ અને રાહત સામગ્રી વહેચનારા પર પ્રતિબંધ

અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે તેમાં કલ્સટર ટ્રાન્સમિશન વધે તેની શક્યતા જોતાં હવે લોકડાઉનનો કડકપણે અમલ કરવા નક્કી કરાયુ છે. તેમાં ય ફુડ પેકેટ અને રાહત સામગ્રીનુ વિતરણ કરતાં વિવિધ સંસ્થાના સ્વયંસેવકો હવે શહેરમાં ફરી શકશે નહીં. સંસ્થાઓ પાસેથી ફુડ પેકેટ અને રાહત સામગ્રી લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર દ્વારા વિતરણની કામગીરી કરવામાં આવશે. અમદાવાદમાં મ્યુનિ.અધિકારીઓ સાથે શહેરના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી તેમાં ધારાસભ્યોએ રેશનીગની દુકાનોમાં સંચાલકો ગેરરીતી કરી રહ્યાં છે તેવી ફરિયાદો કરી હતી.

કોરોનાનો રોગચાળો હવે ત્રીજા તબક્કામાં પ્રવેશ્યો છે ત્યારે પરિસ્થિતી વધુ ચિંતાજનક બની છે તેમાં ય અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં મહેસૂલ મંત્રી કૈૈાશિક પટેલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી જેમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત શહેરના ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો-સાંસદો ઉપસ્થિત રહ્યા હતાં.

મંત્રી કૈાશિક પટેલે લોકડાઉનમાં લોકોએ આપેલાં સહકારની સરાહના કરી હતી જયારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુકે, રાહત સામગ્રી વહેચવાના બહાને હજુય કેટલાંય લોકો શહેરમાં ફરી રહ્યાં છે જે કોરોનાના રોગચાળાને વકરાવવામાં વાહક બની છે. તે જોતાં આગામી દિવસોમાં અમદાવાદમાં જોખમ વધી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોની માર્ગો પર થતી ભીડને નિયંત્રિત કરવી જરૂરી છે.

સંસ્કૃતિના સેવાભાવના સંસ્કાર આપણા સૌમાં છે તે આનંદની વાત છે પણ વેશ્વિક સંકટ સર્જાયુ છે ત્યારે કોઇ કચાસ રહી ન જાય તે અતિ મહત્વનુ છે. હવે સેવાભાવી સંસ્થાઓ પોેતે વહેચવાને બદલે મ્યુનિ.કોર્પોરેશન અથવા કલેક્ટર તંત્રને સુપરત કરે.તે લોકો જરૂરિયાત મંદ સુધી પહોંચાડશે.હવે કાર કે ટુ વ્હિલર પર સિક્કા મારેલાં પત્ર લગાવીને ગુમરાહ કરતાં વ્યક્તિ સામે કડક પગલાં ભરવા પણ ગૃહમંત્રીએ પોલીસને સૂચના આપી છે.

જે વિસ્તારમાં કોરોનાના કેસો જણાય તે વિસ્તારને કલ્સટર અભિગમથી વધુ ફોકસ કરવા પર ભાર મૂકાયો હતો.બંને પક્ષના ધારાસભ્યોએ બેઠકમાં એવી રજૂઆત કરી હતીકે, તમામ કાર્ડધારકોને મફત અનાજ મળે તે જરૂરી છે.આ ઉપરાંત સસ્તા અનાજની દુકાન પર સંચાલકો ગેરરીતી કરીને ગરીબોને ઓછુ અનાજ આપી રહ્યાં છે. આ સંચાલકો સામે કડક પગલાં ભરવા જોઇએ.

લૉકડાઉન ન પળાય તો કરફ્યુ નખાશે

આજની એમ.પી.- એમએલએની સંકલન સમિતિમાં મંત્રી પ્રદીપસિંહ જાડેજા એવું પણ બોલ્યા હતા કે લોકો જો લૉકડાઉનનું પોતાની રીતે પાલન નહીં કરે તો અમારે ના છૂટકે કેટલાક વિસ્તારોમાં કરફ્યુ નાખવો પડશે. જે રીતે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે તે જોતાં સખ્તાઈ જરૂરી બની ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.