કોરોના કાળમાં મહામારીથી બચવા માટે યોગ્ય સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે પરંતુ ઘણીવાર આપણી નજરોમાં એવા ઘણાં લોકો પણ આવે છે, જેને આપણે માસ્ક વિના રસ્તા પર ફરતા જોઇએ છીએ અને ઘણા એવા પણ લોકો જોવા મળે છે જે દરેક સમયે માસ્ક પહેરી રાખે છે. તેના પર થયેલા એક રિસર્ચનું પરિણામ હવે સામે આવ્યું છે.
ભારતીય-અમેરિકન રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે કે એક્સહેલેશન વાલ્વ વાળા માસ્ક સાથે ફેસ શીલ્ડ પહેર્યા બાદ પણ કોરોનાની ઝપેટમાં સરળતાથી આવી શકાય છે. જો કોરોનાથી સંક્રમિત કોઇ વ્યક્તિ ખાંસે તો તેના ટીપામાંથી નીકળતો કોરોના વાયરસ ફેસ શીલ્ડની દિવાલોમાં ફરતો રહે છે.
ફ્લોરિડા અટલાંટિક યુનિવર્સિટી (એફેયૂ)માં સીટેકના ડાયરેક્ટર, પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ ચેર મનહર ધનક કહે છે, સમયની સાથે આ ડ્રોપલેટ્સ સામે અને પાછળની તરફ બંને દિશાઓમાં ઘણા મોટા પ્રમાણમાં ફેલાય છે. જો કે સમયની સાથે તેની અસર પણ ઓછી થઇ જાય છે.
રિસર્ચના મુખ્ય લેખક સિદ્ધાર્થ વર્મા છે, જેની સાથે મળીને પ્રોફેસર ધનકે તેનું સહ-લેખન કર્યુ છે. તેના આ કામમાં જૉન ફ્રેંકફીલ્ડ પણ સાથે રહ્યાં છે, જે એફએયુના ડિપાર્ટમેન્ટ ઑફ ઓશન એન્ડ મેકેનિકલ એન્જિનિયરિંગના ટેક્નીકલ વિશેષજ્ઞ છે. ધનક આગળ જણાવે છે કે અમે તે જોઇ શક્યા છીએ કે શીલ્ડની મદદથી ડ્રોપલેટ્સને સામેથી ચહેરા પર પડવાથી તો રોકી શકાય છે પરંતુ હવામાં ફેલાયેલા આ ડ્રોપલેટ્સ શીલ્ડની દિવાલમાં પડવાની સાથે જ અહીં-તહીં ફેલાઇ જાય છે.
ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સ એકેડેમિક જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં એન-95 માસ્ક વિશે જણાવવામાં આવ્યું છે કે તેમાં હાજર એક્સહેલેશન વાલ્વની મદદથી મોટી સંખ્યામાં ડ્રોપલેટ્સ તેમાં થઈને તમારી સુધી પહોંચી શકે છે. આ શોધ માટે રિસર્ચરોએ પ્રયોગશાળામાં એક લેઝર લાઈટ શીટ અને ડ્રોપલેટ્સના રૂપમાં ડિસ્ટિલ્ડ વોટર અને ગ્લિસરીનનો ઉપયોગ કરતા આ પ્રયોગ કર્યો અને જાણવા મળ્યું કે ખાંસવા અથવા છીંકતા સમયે નિકળતા ડ્રોપલેટ્સ સપાટી પર વ્યાપક રીતે ફેલાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.