– દવાના ત્રણ કરોડથી વધુ ડોઝનો સ્ટોક કરનારા ટ્રમ્પ પ્રશાસને દર્દીઓના મોનિટરિંગની ખાતરી આપી
કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં એન્ટી મેલેરિયા ડ્રગ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ખૂબ જ ઉપયોગી હોવાનું માનવામાં આવતું હતું. ત્યારે એક અમેરિકી રિપોર્ટમાં આ દવાના ઉપયોગથી વધુ લોકોના મોત થતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, અન્ય એક રિપોર્ટમાં ઘાતક વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગની ભલામણ કે વિરોધ કરવા માટે જરૂરી ક્લિનિકલ ડેટા ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 25મી માર્ચના રોજ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો પરંતુ અમેરિકા સહિત અનેક પાડોશી દેશોના આગ્રહ બાદ ભારત સરકારે તેના પરના પ્રતિબંધને આંશિક રીતે હટાવી લીધો હતો. કોવિડ-19 સામે લડવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ થઈ શકે છે અને ભારત આ દવાનું સૌથી મોટું નિકાસકાર છે.
કોરોનાના દર્દીઓની સારવારમાં આ દવાના ઉપયોગને પ્રોત્સાહિત કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ રિપોર્ટ પર ધ્યાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. અમેરિકાએ આ દવાના ત્રણ કરોડથી વધુ ડોઝનો સ્ટોક કરી લીધો છે જેમાંથી મોટો હિસ્સો ભારતથી આયાત કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.