હૈદરાબાદથી (HAYDERABAD) મિત્ર સાથે ભક્તિમાં (DEVOTION) લીન થવા આસારામ આશ્રમના (AASARAM AASHRAM) મોટેરા આશ્રમ (MOTERA ASHRAM) ખાતે આવેલી યુવક (YOUTH) ગુમ થયો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુવક વિજય યાદવ (VIJAY YADAV) સહી સલામત હોવાનો અને પોતાના મરજીથી એકાંતમાં (SOLITUDE) ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આસારામ આશ્રમના આઈડી પરથી આ મેલ કરાયો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમ બાદ હવે મોટેરાંઓ આસારામ આશ્રમ વિવાદોમાં સપડાયો છે. જો કે આસારામ આશ્રમ પણ કેટલાક વિવાદોમાં આવી ચૂક્યો છે. ત્યારે હવે હૈદરાબાદથી ભક્તિમાં લીન થવા મોટેરા આશ્રમ આવેલો યુવક આશ્રમમાંથી અચાનક ગુમ થઈ ગયો છે. યુવકના પરિવારજનોને જાણ થતાં તેઓ અમદાવાદ આવીને યુવકની શોધખોળ કરી હતી. પરંતુ તેનો દીકરો મળી ન આવતાં અંતે પોલીસની મદદ માંગી હતી.
આશ્રમમાં જવાની એન્ટ્રી યુવકની બતાવે છે. બહાર આવવાની બતાવતા નથી કોઈ કાળી વિધિ માટે ગૂમ કરાયો હોવાનું લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આસારામ આશ્રમના બાળકો પણ મેલીવિદ્યા નામે હત્યા કરવાનો મુદ્દો હોય કે યુવતીઓને વિદ્યા આપવાના બહાને દુષ્કર્મ કરવાનો કેસ હોય અવારનવાર આક્ષેપો સાથે વિવાદોમાં સંપડાયેલો રહ્યો છે.
દીકરાને શોધવા માટે ધમપછાડા કરી રહ્યા હતા. તેમ છતાં પણ તેમનો દીકરો મળી આવ્યો ન પહોંચી ચિંતિત બનેલા માતા-પિતા પોલીસની મદદ મળવા પહોંચ્યા હતા. હાલ પોલીસે વિજયની શોધખોળ હાથ ધરી છે. પરંતુ હજી કોઈ પણ ભાળ મળી નથી.આશ્રમના સંચાલકો દ્વારા સીસીટીવી ફૂટેજ પણ પરિવારને આપવામાં આવ્યા ન હતા અને ક્યાં છે તે અંગે પણ આશ્રમ તરફથી કોઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.