હું હજુ પણ ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ છું : ચાવડા

દિલ્હીમાં (DELHI) સોનિયા ગાંધીની (SONIA GANDHI) અધ્યક્ષતામાં કોંગ્રેસના (CONGRESS) પદાધિકારીઓની (INCUMBENTS) એક અગત્યની બેઠક યોજાય છે. આ બેઠકમાં આગામી સમયમાં ગુજરાત (GUJARAT) સહિત ૫ રાજ્યોમાં થનારી વિધાનસભા (LEGISLATURE) ચૂંટણીને ધ્યાને રાખીને બોલાવવામાં આવી હતી. બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ (SENIOR LEADERS) ઉપરાંત આગામી વિધાનસભા ચૂંટણી વાળા રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી એ પણ ભાગ લીધો હતો.

આ દરમિયાન જ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે , ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અમે મિશન – ૨૦૨૨ નો લક્ષ્ય રાખ્યું છે. આ મિશન સાથે જ અમે ગુજરાતના જન-જન સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.

આગામી મહિને ગુજરાતમાં કોંગ્રેસની ૩ દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ સામેલ થશે.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અંગે પુછવામાં આવેલા પ્રશ્નો જવાબ આપતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે , હું હજુ પણ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છું, મારા અધ્યક્ષ ના હોવાના સમાચાર મીડિયાવાળા ચલાવ્યા હતા. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ મેં રાજીનામું આપ્યું હતું. પરંતુ હાઈકમાન્ડે તેને મંજૂર ન હતું કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.