હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી છું જે હોસ્પિટલ બનાવે છે આરોપો પર કેજરીવાલનો જવાબ…

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના પર મુકવામાં આવેલા આરોપો સામે પ્રતિક્રિયા આપી હતી. આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય કુમાર વિશ્વાસે તાજેતરમાં કેજરીવાલે પર મુકેલા ગંભીર આરોપોને લઇને વિપક્ષોએ કેજરીવાલ સામે નિશાન સાઘ્યું હતું અને આ બાબતે મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું હતુ કે, તેઓ મને આતંકવાદી કહી રહ્યા છે, તો હું દુનિયાનો સૌથી ભલો આતંકવાદી છુ જે હોસ્પિટલ બનાવે છે, સ્કુલ બનાવે છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે બધી રાજકીય પાર્ટીઓ હવે એક થઇ ગઇ છે અને આમ આદમી પાર્ટીનિ વિરુધ્ધમાં ઝેર ઓકી રહી છે.

કેજરીવાલે કહ્યુ કે 100 વર્ષ પહેલાં શહીદ ભગત સિંહને પણ આતંકવાદી કહેવામાં આવતા હતા. હું ભગત સિંહનો શિષ્ય છું અને આજે મને આતંકવાદી કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે મને માહિતી મળી છે કે પંજાબના મુખ્યમંત્રી ચન્નીના કહેવાથી NIAમાં મારી સામે FIR થવાની છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં 10 લાખ લોકોને રોજગારી આપી. પંજાબમાં ઇમાનદાર સરકાર લાવીશું. આખી સીસ્ટમ અમારી વિરુદ્ધમાં છે.શું 3 કરોડ પંજાબી એકસાથે ભેગાં ન થઇ શકે?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી આવી એટલે બધી પાર્ટી એક થઇ ગઇ છે. છેલ્લાં કેટલાંક દિવસથી બધી જ પાર્ટીઓ એક જ પ્રકારની ભાષા બોલી રહી છે. બધા ભેગા થઇને આમ આદમી પાર્ટીને ગાળો આપી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે અમારો કોઇ વાંક જ નથી અમે તો માત્ર શિક્ષા, સ્વાસ્થ્ય, વીજળી અને રોજગારની વાતો કરી રહ્યા છે જે રીતે દિલ્હીમાં કર્યું તે રીતે અમે પંજાબમાં પણ કરવા માંગીએ છીએ. પરંતુ બીજી પાર્ટીઓ ઇચ્છતી નથી કે અમે આવું કરી શકીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.